પેગાસસ જાસૂસી મુદ્દે પશ્ચિમ બંગાળ સરકાર એક્શનમાં આવી મોટી જાહેરાત કરી છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાસૂસી કેસમાં તપાસ કમિટીની રચના કરી છે.
આ તપાસ કમિટી પશ્ચિમ બંગાળમાં ફોન હેકિંગ, ટ્રેકિંગ અને ફોન રેકોર્ડિંગના આરોપોની તપાસ કરશે.
આ તપાસ કમિટીની અધ્યક્ષતા કલકત્તા હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જ્યોતિર્મય ભટ્ટાચાર્ય કરશે અને સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ મદન ભીમરાવ લોકુર તેના અન્ય સભ્ય છે.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દિલ્હી જવા રવાના થતાં પહેલાં આજે એક વિશેષ કેબિનેટ બેઠક બોલાવી હતી, તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
