Site icon

શું દેશમાં કોરોનાનું સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે?, છેલ્લા બે દિવસથી ઘટી રહ્યાં છે કોરોનાના કેસ; જાણો આજનો આંકડો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,18 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

મંગળવાર.

ભારતમાં છેલ્લા બે દિવસથી વૈશ્વિક મહામારી કોરોનાના નવા કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કુલ 2.38 થી વધારે નવા કેસ સામે આવ્યા છે, જે સોમવારે નોંધાયેલા કેસો કરતા લગભગ 20,071 ઓછા છે.  

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 2,38,018  નવા કેસ નોંધાયા છે અને 310 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1,57,421 દર્દીઓ સાજા થયા છે. સોમવારે નવા કેસ નોંધાયા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3,73,80,253 થઈ ગઈ છે. દેશમાં હવે લગભગ 17,36,628 સક્રિય કેસ છે અને દૈનિક પોઝિટિવિટી રેટ પણ ઘટીને 14.43 ટકા પર આવી ગયો છે. 

દિલ્હી સીએમ કેજરીવાલે પબ્લિક વોટિંગના પરિણામ જાહેર કર્યા, પંજાબ વિધાનસભા ચૂંટણીમાં AAP તરફથી મુખ્યમંત્રીના ચહેરા તરીકે આ ઉમેદવારના નામ પર લાગી મહોર; જાણો વિગત

દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,52,37,461 લોકો ચેપ મુક્ત થયા છે અને કોવિડ-19થી મૃત્યુદર 1.30 ટકા છે, જ્યારે દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 94.27 ટકા થયો છે.

કોરોનાના વધતા જતા કેસોની સામે દેશમાં રસીકરણ અભિયાન પણ ઝડપથી ચાલી રહ્યું છે. ભારત પહેલેથી જ 150 કરોડ રસીના ડોઝનો આંકડો પાર કરી ચૂક્યું છે. અત્યાર સુધીમાં દેશભરમાં રસીના 158.04 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. 

India-Nepal Trade: અમેરિકન ટેરિફ ની વચ્ચે ભારત પર ‘ડબલ સ્ટ્રાઇક’! નેપાળ ની આંતરિક પરિસ્થિતિ છે જવાબદાર
Ayodhya’s Deepotsav 2025: આ વખતે દિવાળી માં અયોધ્યા દીપોત્સવમાં બનશે નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, આટલા લાખથી વધુ દીવાઓથી ઝળહળશે રામનગરી
Vice Presidential Election: ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી ના મતદાનથી દૂર રહેલા ત્રણ પક્ષો કોનું ગણિત બનાવશે, કોનું બગાડશે?
Chardham Yatra: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવા મોંઘી, ભાડામાં થયો અધધ આટલા ટકા નો વધારો; જાણો કેટલી ચૂકવવી પડશે કિંમત
Exit mobile version