Site icon

શું તમને ખબર છે ભારત દેશમાં કેટલા વાહનો છે- કેટલા સ્કૂટર અને કેટલી ગાડીઓ- જાણો ચોંકાવનારો આંકડો અહીં

News Continuous Bureau | Mumbai

શું તમને ખબર છે દેશમાં કેટલા વાહનો(Vehicles in India) છે? આ અંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી(Union Minister Nitin Gadkari)એ લોકસભા(Loksabha)માં જણાવ્યું કે દેશમાં હાલમાં 28 કરોડથી વધુ ટુ-વ્હીલર્સ(two wheelers) અને ફોર-વ્હીલર્સ(four wheelers) નોંધાયેલા છે.

Join Our WhatsApp Community

લોકસભામાં એક લેખિત જવાબમાં, માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરી(Road Transport and Highways Minister Nitin Gadkari)એ જણાવ્યું કે, દેશમાં 21 કરોડથી વધુ ટુ-વ્હીલર અને સાત કરોડથી વધુ ફોર-વ્હીલર વાહનો નોંધાયેલાં છે. મંત્રીએ કહ્યું કે 3 ઓગસ્ટ સુધી ઉપલબ્ધ ડેટા અનુસાર, કુલ વાહનોમાંથી લગભગ 5.45 લાખ ઇલેક્ટ્રિક(Electric) ટુ-વ્હીલર છે, જ્યારે 54,252 ઇલેક્ટ્રિક ફોર વ્હીલર્સ અને તેનાથી વધુ છે.તેમણે કહ્યું કે 2,95,245 ટુ-વ્હીલર્સ અને 18,47,539 ફોર-વ્હીલર અને તેનાથી વધુ કેટેગરીના વાહનો સીએનજી(CNG), ઇથેનોલ, ફ્યુઅલ સેલ(fuel sale) હાઇડ્રોજન, એલએનજી, એલપીજી, સોલાર, મિથેનોલ વગેરે જેવા ઇંધણ પ્રકારના વાહનો હતા.

આ સમાચાર પણ વાંચો : સરકારની લોકોને ગિફ્ટ-આજથી 15 ઓગસ્ટના સુધી આ તમામ જગ્યાએ ફી આપ્યા વગર પ્રવેશ મેળવી શકશો

રાષ્ટ્રીય ધોરીમાર્ગોના વિકાસ અને જાળવણી અંગેના એક અલગ પ્રશ્નના જવાબમાં ગડકરીએ કહ્યું કે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) મુખ્યત્વે રાષ્ટ્રીય ધોરીમાર્ગોના વિકાસ અને જાળવણી માટે જવાબદાર છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો સામાન્ય રીતે ટ્રાફિકને લાયક સ્થિતિમાં જાળવવામાં આવે છે. વરસાદની ઋતુ(monsoon season)માં કેટલીક વખત નેશનલ હાઇવે પર પૂર, ભૂસ્ખલન, ભારે ધોધમાર વરસાદ(Heavy rain) વગેરેને કારણે કેટલીક જગ્યાએ નુકસાન થાય છે. પરંતુ MoRTH એ સુનિશ્ચિત કરે છે કે પુનઃસ્થાપનનું કાર્ય ઝડપથી થાય અને નિયત સમયમર્યાદામાં ટ્રાફિક(traffic) સામાન્ય થઈ જાય.

મંત્રીએ નોંધ્યું હતું કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગો(National Highways)નો વિકાસ અને સુધારણા એ સતત પ્રક્રિયા છે. તેમણે જણાવ્યું હતું કે, એમઓઆરટીએચ (MoRTH)એક્સપ્રેસવેનું નિર્માણ, વર્તમાન રાષ્ટ્રીય રાજમાર્ગોની ક્ષમતામાં સુધારો, હાલની ફૂટપાથોનું પુનર્વસન અને પુનર્નિર્માણ, વર્તમાન પુલો અને માળખાઓનું પુનર્નિર્માણ અને ટ્રાફિકની માગને આધારે વર્તમાન રાષ્ટ્રીય રાજમાર્ગો પર રોડ ઓવર બ્રીજ (આરઓબી)નું નિર્માણ જેવા પ્રોજેક્ટ્સ હાથ ધરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : સોમવારથી વેસ્ટર્ન રેલવેમાં ઠંડા ઠંડા કૂલ કૂલ- એસી લોકલના આઠ ફેરા વધશે- જાણો ટાઈમ ટેબલ અહીં

Gulshan Kumar Murder Case: ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારની હત્યા કરનાર શાર્પ શૂટર અબ્દુલ મર્ચન્ટનું જેલમાં મોત, જાણો શું છે મૃત્યુનું આંચકાજનક કારણ
Indian Railways 52: ભારતીય રેલવેમાં ‘સુધારાનો મહાકુંભ’: 52 અઠવાડિયામાં લાગુ થશે 52 મોટા ફેરફાર,જાણો વિગતે
Shashi Tharoor: જવાહરલાલ નહેરુ વિશે શશિ થરૂરનું મોટું નિવેદન, 1962ના ચીન યુદ્ધમાં હાર માટે નિર્ણયોને ગણાવ્યા જવાબદાર
India’s First Hydrogen Train: માત્ર ₹5ના સિક્કામાં કરો સફર! અવાજ અને ધુમાડા વગર દોડતી દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન, જાણો તેની ખાસિયતો
Exit mobile version