દેશમાં કોરોનાની નબળી પડેલી લહેર વચ્ચે, તેની ત્રીજી લહેર વિશે જુદી જુદી અટકળો ચાલી રહી છે.
એસબીઈના રિસર્ચ રિપોર્ટમાં ઓગસ્ટમાં ત્રીજી લહેર આવવાની સંભાવના છે અને તેનું પીક સપ્ટેમ્બરમાં હશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
સાથે જ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જુલાઈના બીજા સપ્તાહમાં રોજ આવનાર નવા દર્દીની સંખ્યા 10 હજાર સુધી આવી જશે.
એસબીઆઈનો આ રિસર્ચ ‘કોવિડ-19 : ધ રેસ ટૂ ફિનિશિંગ લાઈન’ના નામથી પબ્લિશ થયો છે.
