News Continuous Bureau | Mumbai
કોરોના કાળમાં બંધ રખાયેલી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને લઈને કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય કર્યો છે.
કેન્દ્ર સરકારે આગામી 27 માર્ચથી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ રાબેતા મુજબ શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે.
સરકારે કહ્યું છે કે આ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માત્ર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વિદેશી ફ્લાઇટ્સ માટે નિર્ધારિત માર્ગદર્શિકા અનુસાર જ કામ કરશે.
કોરોના મહામારીના કારણે બે વર્ષ બાદ 27 માર્ચથી આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ઉડાનો ફરી શરૂ થશે.