News Continuous Bureau | Mumbai
આધાર કાર્ડ(Aadhar card) દરેક ભારતીય(Indians) માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ (Document)છે. લગભગ તમામ સરકારી દસ્તાવેજો(legal document) અને બેંક ખાતા(Bank account) ઓ આધાર કાર્ડ સાથે જોડાયેલા છે. આથી આધાર કાર્ડનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. જો તમારું આધાર કાર્ડ(Aadhar card) 10 વર્ષ જૂનું છે તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ નોટિસ જાહેર કરી છે. જેમાં 10 વર્ષ પહેલા આધાર કાર્ડ લીધેલા નાગરિકોએ તેમના દસ્તાવેજો અને અન્ય વિગતો અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે.
નિવેદન અનુસાર, જે વ્યક્તિઓએ 10 વર્ષ(more than 10 year old aadhar card) પહેલાં તેમનું આધાર કાર્ડ મેળવ્યું હતું અને ત્યાર પછીના વર્ષોમાં તેમને ક્યારેય અપડેટ કર્યા નથી, આવા આધાર નંબર ધારકોને દસ્તાવેજો અપડેટ કરાવવા વિનંતી કરવામાં આવે છે. જોકે માહિતી અપડેટ કરવાની કામગીરી ફરજિયાત કરવામાં આવી નથી.
આ સમાચાર પણ વાંચો: દિવાળીની ઉજવણી પડશે ફિક્કી- મુંબઈ શહેરમાં આ તારીખથી ધારા 144 લાગુ-પાંચથી વધુ લોકો ભેગા થયા તો પોલીસ લેશે એક્શન
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ 10 વર્ષો દરમિયાન આધાર નંબર વ્યક્તિની ઓળખના પુરાવા તરીકે ઉભરી આવ્યો છે અને વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ લેવા માટે આધાર નંબરનો ઉપયોગ કરવામાં આવે છે. આ યોજનાઓ અને સેવાઓનો લાભ લેવા માટે, લોકોએ આધાર ડેટા(Aadhar deta Update)ને સચોટ પર્સનલ વિગતો સાથે અપડેટ રાખવો પડશે જેથી કરીને આધાર પ્રમાણીકરણ અને ચકાસણીમાં કોઈ અસુવિધા ન થાય.
જાણો કેવી રીતે કરશો આધાર અપડેટ?
તમે આધાર ઓનલાઈન(Online) કે ઓફલાઈન(offline) બંન્ને રીતે કરી શકાય છે
– ઓનલાઈન આધાર અપડેટ માટે MyAadhaar પોર્ટલમાં પૂરતી વિગતો ભરી તમારૂ આધાર અપડેટ કરી શકો છો.
– આધાર હોલ્ડર સેન્ટર(Aadhar holder centre) પર જઈને પણ અપડેટ કરાવી શકાય છે અહીં આધાર હોલ્ડરને તમારે ફી આપવી પડશે.
આ સમાચાર પણ વાંચો: આ મહિનાનું સૌથી મોટું રાશિ પરિવર્તન 16 ઓક્ટોબરે થશે- આ 5 રાશિઓ થશે ધનવાન- જાણો તમારી રાશિની સ્થિતિ