ભારતની મુલાકાત આવે તે પહેલા જ આ દેશના વડાપ્રધાન થયા કોરોનાગ્રસ્ત.. થયા હોમ ક્વોરન્ટાઈન; જાણો વિગતે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટ કોરોના સંક્રમિત થયા છે. 

નફ્તાલીના કાર્યાલય તરફથી એક નિવેદન પણ જારી કરવામાં આવ્યું છે કે, ઇઝરાયેલના પીએમ સ્વસ્થ છે. તેઓ તેમનું કામ ચાલુ રાખશે.

તેઓએ પોતાની જાતને ક્વોરન્ટાઈન કરી લીધા  છે. તેઓ ઘરેથી જ સંપૂર્ણ કામકાજ સંભાળી રહ્યાં છે. 

તેઓ એવાં સમયે કોરોના સંક્રમિત થયાં છે જ્યારે તેઓ 5 દિવસ બાદ ભારતની મુલાકાતે આવવાના છે.

નફ્તાલી તાજેતરમાં જ અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનને પણ મળ્યા હતાં.

ઉલેખનીય છે કે ઈઝરાયેલના પીએમ નફતાલી બેનેટ 3-5 એપ્રિલે ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. આ તેમની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત હશે.

આ સમાચાર પણ વાંચો :  મોદી સરકાર માટે ક્રિપ્ટો પર ટેક્સ લાગુ કરવાનો રસ્તો સાફ થયો, ફાઈનાન્સ બિલ ૨૦૨૨ લોકસભામાં પસાર; જાણો શું છે સરકારની યોજના.. 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment