News Continuous Bureau | Mumbai
જમ્મુ કાશ્મીરમાં(Jammu and Kashmir) ટાર્ગેટ કિલિંગની(Target Killing) ઘટનાઓ વચ્ચે સ્થાનિક સરકારે(Local government) કાશ્મીરી પંડિતોની(Kashmiri Pandits) સુરક્ષા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે.
શ્રીનગરના(Srinagar) વિભિન્ન વિસ્તારોમાં તૈનાત 177 કાશ્મીરી પંડિત શિક્ષકોને જિલ્લા મુખ્યાલય(District Headquarters) ખાતે ટ્રાન્સફર(Transfer) કરવામાં આવ્યા છે અથવા તો તેમને ત્યાં ગોઠવી દેવામાં આવ્યા છે.
શ્રીનગર સ્થિત ચીફ એજ્યુકેશન ઓફિસર(Chief Education Officer) તરફથી બહાર પાડવામાં આવેલા એક પત્રમાં આ અંગેની જાણકારી આપવામાં આવી છે.
ઘાટીમાંથી કાશ્મીરીઓના પલાયન વચ્ચે તેમને સુરક્ષાનો અનુભવ કરાવવા માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર- જો તમારું મેરેજ સર્ટિફિકેટ આ સંસ્થાએ આપ્યું હશે તો રદબાત્તલ ગણાશે