ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 નવેમ્બર 2021
શનિવાર.
સંસદમાં બિલ રજૂ થયાના બે દિવસ પહેલા ખેડૂતોએ મોટો નિર્ણય લીધો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ ખેડૂતોએ પ્રસ્તાવિત ટ્રેક્ટર માર્ચને સંસદ સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
આજે મળેલી ખેડૂત સંઘની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આજે સિંધુ અને ટિકરી બોડર પર સંયુક્ત ખેડૂત મોરચાના નેતાઓએ બેઠક યોજી હતી. આ બેઠકમાં આગળની રણનીતિઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
મહત્વનું છે કે આ પહેલા કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આજે કિસાનોને અપીલ કરી હતી કે પ્રદર્શન સમાપ્ત કરી બધા લોકો પોત-પોતાના ઘરે ચાલ્યા જાય.
કોરોનાનો નવો ખતરો, નવો નિયમ : આ દેશમાંથી મુંબઈ આવનાર યાત્રીઓએ ફરજિયાત થવું પડશે ક્વોરન્ટાઈન
