Site icon

તો હવે માત્ર 1 વર્ષ બાદ પણ કર્મચારીઓને ગ્રેચ્યુટી મળશે- નવો લેબર કોડ લાગૂ કરવાની સરકારની તૈયારી

News Continuous Bureau | Mumbai

ભારત સરકાર દેશમાં ટૂંક સમયમાં નવો લેબર કોડ લાગુ કરવા જઈ રહી છે. જો નવો લેબર કોડ લાગૂ થશે તો કર્મચારીઓને મળતી રજા, પગાર, પ્રોવિડેન્ડ ફંડ વગેરેને લગતા અનેક નિયમોમાં ફેરફાર જોવા મળશે. નોંધનીય છે કે અત્યારે ગ્રેચ્યુટી માટે કર્મચારીઓએ ઓછામાં ઓછા 5 વર્ષ સુધી એક જ કંપનીમાં નોકરી કરવી જરૂરી છે, પરંતુ જો આ લેબર કોડ લાગૂ થશે તો ત્યારબાદ માત્ર 1 વર્ષ નોકરી કર્યા બાદ પણ તમને ગ્રેચ્યુટીના લાભો મળવા પાત્ર રહેશે. 

Join Our WhatsApp Community

ગ્રેચ્યુટીના નિયમોમાં ફેરફાર થઇ શકે છે

આપને જણાવી દઇએ કે નવો લેબર કોડ લાગૂ થયા બાદ કર્મચારીઓની નિવૃત્તિ ફંડની રકમમાં વધારો થઇ શકે છે. એ સાથે જ કર્મચારીઓની ગ્રેચ્યુટી રકમમાં પણ વધારો થશે. પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ 1972 જે અત્યારે દરેક કર્મચારીઓ માટે લાગૂ છે અત્યારે દરેક કર્મચારીઓ માટે લાગૂ નિયમો અનુસાર જો કોઇ કંપનીમાં 10થી વધુ કર્મચારીઓ કામ કરે છે તો સતત પાંચ વર્ષ સુધી કામ કરતા લોકોને કંપની ગ્રેચ્યુટીનો લાભ આપે છે.

પરંતુ હવે સરકાર એ નિયમોમાં ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે અને હવે માત્ર એક વર્ષ સુધી નોકરી કર્યા બાદ પણ કોંટ્રાક્ટ બેઝ્ડ કર્મચારીઓને ગ્રેચ્યુટીના લાભો મળતા રહેશે. ધ્યાન રહે કે આ નવો નિયમ માત્ર કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ માટે જ લાગૂ પડશે. જ્યારે કાયમી કર્મચારીઓ માટે ગ્રેચ્યુટીની મર્યાદા 5 વર્ષની જ રહેશે. સરકાર કોન્ટ્રાક્ટ બેઝ્ડ કર્મચારીઓ માટે નિયમો વધુ સરળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. 

આ સમાચાર પણ વાંચો : અંધેરી પૂર્વ વિધાનસભાની પેટા ચૂંટણીમાં નવો ટ્વિસ્ટ- ઋતુજા લટકે બિનહરિફ નહીં ચૂંટાય- હજુ આટલા ઉમેદવારો છે મેદાનમાં

જાણો ગ્રેચ્યુટી શું હોય છે?

દરેક કર્મચારીના પગારનો એક ભાગ ગ્રેચ્યુટી અને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન માટે કપાય છે, ગ્રેચ્યુટી માટે એક નાનો ભાગ કર્મચારી તો મોટો ભાગ નોકરીદાતાએ આપવાનો રહે છે. જ્યારે કર્મચારી સતત કોઇ એક કંપનીમાં પાંચ વર્ષ સુધી કામ કરે છે તો ત્યારે તે ગ્રેચ્યુટી લેવા માટે હકદાર રહે છે. જ્યારે કર્મચારી રિટાયર થાય છે અથવા કંપની છોડે છે તો આ ગ્રેચ્યુટીના પૈસાને કંપનીના કર્મચારીને આપવા પડે છે.

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Exit mobile version