Site icon

શું હજી તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું? તો આવી શકે છે આ મુશ્કેલી, લિંક કરવા બચ્યા 3 દિવસ..જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવું આવશ્યક છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના નિયમો અનુસાર, 31મી માર્ચ 2022 પહેલા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે. જો કે, કેટલાક લોકો એવા છે જેમના માટે આ નિયમ ફરજિયાત નથી. 

Join Our WhatsApp Community

આવકવેરા વિભાગના નિયમો અનુસાર, 31મી માર્ચ 2022 પહેલા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આમ કરવામાં નિષ્ફળતા જનારી વ્યક્તિના પાન કાર્ડને અમાન્ય કરવામાં આવશે.  આ ઉપરાંત, તમારે રોકાણ, પીએફ પર વધુ ટીડીએસ જેવા ઘણા કાર્યોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાના માત્ર ત્રણ દિવસ બાકી છે. જોકે અમુક અપવાદરૂપ વ્યક્તિઓને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે. 

આવકવેરા કાયદાની કલમ 1961ની કલમ 139AA મુજબ, નાગરિકોએ તેમના પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવું જરૂરી છે, નહીં તો તેમની ઘણી નાણાકીય પ્રવૃત્તિઓ અટકી શકે છે. આ નવા ડેબિટ/ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં પણ દખલ કરી શકે છે. આમાં 50,000 રૂપિયાથી વધુની FD મેળવવાની સમસ્યા પણ સામેલ છે. જો કે, અમુક ક્ષેત્રોની વ્યક્તિઓને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : ઉત્તર ભારતમાં આજે ફરી ધરા ધણધણી ઉઠી.. જમ્મુ-કશ્મીરમાં સવાર-સવારમાં અનુભવાયા ભૂકંપના આંચકા. રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા

જેમની પાસે આધાર કાર્ડ કે તેનું રજીસ્ટ્રેશન ઓળખ કાર્ડ નથી તેઓને હાલમાં આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. એ સિવાય મેઘાલય, જમ્મુ અને કાશ્મીર અને આસામ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના રહેવાસીઓ તેમ જ 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને પણ આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. બિન-ભારતીય નાગરિકો માટે પાન-આધાર લિંક ફરજિયાત નથી. બિન-નિવાસી આવકવેરા અધિનિયમ 1961 હેઠળ મુક્તિ આપવામાં આવેલ નાગરિકોને PAN-આધાર લિંક કરવાની જરૂર નથી.

તમે આ રીતે પેન કાર્ડ અને આધારકાર્ડને લિંક કરી શકો છો. આધાર અને PAN લિંક કરવા માટે https://www.incometaxindia.gov.in/pages/pan.aspx ની વિઝિટ કરવી. આધાર લિંક વિકલ્પ પસંદ કરો. આધાર અને પાન નંબર માટે વિનંતી કરેલ વિગતો દાખલ કરો. પછી કેપ્ચા દાખલ કરવો. પછી લિંક સપોર્ટ વિકલ્પ પર ક્લિક કરવું. આ પછી તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક થઈ જશે.

Mahindra Thar: નવી નક્કોર થારથી લીંબુ કચડવા ગયેલી મહિલા સાથે એવું બન્યું કે શોરૂમના પહેલા માળેથી SUV સીધી રોડ પર
Vice-Presidential Election: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં INDIA ગઠબંધનને મોટો ઝટકો, આટલા સાંસદોનું થયું હતું ક્રોસ-વોટિંગ
C.P. Radhakrishnan: તમિલનાડુના મોદીનો મેજિક ચાલ્યો! RSSના સ્વયંસેવકથી ઉપરાષ્ટ્રપતિ સુધી રાધાકૃષ્ણનની આવી રહી સફર
C.P. Radhakrishnan: ઉપપ્રમુખ તરીકે સીપી રાધાકૃષ્ણનની સત્તા, જાણો તેમની જવાબદારીઓ, સુવિધાઓ વિશે
Exit mobile version