ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 નવેમ્બર 2021
શનિવાર .
ખેડૂત આંદોલનને એક વર્ષ પૂરું થઈ ગયું છે. નવા કૃષિ કાયદાઓને પરત લેવાની પ્રક્રિયા પણકેન્દ્ર સરકાર દ્વારા શરૂ થઈ ગઈ છે ટો પણ ખેડૂતો અડગ થઈને ટીકરી બોર્ડર પર બેઠા છે તેમનું કેહવું છે કે અમારું આંદોલનહજીપૂરું થયું નથી . ટીકરી બોર્ડરની પાસે સેક્ટર-13માં 7 એકર ક્ષેત્રમાં કિસાન મહાપંચાયત શરૂ થઈ ગઈ છે. કિસાનનેતા જોગિંદર સિંહ ઉગ્રાહાં મહાપંચાયતમાં પહોંચી ગયા છે.
ઉગ્રાહાંએ કહ્યું હતું કે ખેડૂતોની માગ પર જવાબ હજી આવ્યો નથી. સંયુક્ત મોરચાના પત્રનો જવાબ આવશે તો ખેડૂતો ઘરે જતા રહેશે. MSP સહિત બીજી માગો પર પણ નિર્ણય થવાનો હજી બાકી છે. આ પંચાયત ખેડૂતોની જીતની ઉજવણી કરવા માટે છે. સંઘર્ષની જાહેરાત કરવા માટે મહાપંચાયત કરી છે અને જ્યાં સુધી માગ પૂરી નહિ થાય ત્યાં સુધી ઘરે જઈશું નહિ. ઘરે પરત જવાનું મન થાય છે, પરંતુ હાલ સરકારના જવાબની રાહ છે.
ભારતીય કિસાન યુનિયન એકતા((ઉગ્રાહાં) તરફથી સેક્ટર-13માં આ મહાપંચાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એમાં સંયુક્ત કિસાન મોરચાના તમામ નેતાઓને બોલાવવામાં આવ્યા છે. BKU એકતાના કાર્યકારી પ્રધાન જસવિંદર સિંહે જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં 20 હજારથી વધુ કિસાન ટીકરી બોર્ડર પર પહોંચી ચૂક્યા છે. આ સિવાય સિંધુ બોર્ડર પર પણ ઘણા ખેડૂતો પહોંચી ચૂક્યા છે.
તેમણે જણાવ્યું હતું કે મહાપંચાયતમાં આંદોલનની રણનીતિ પર ચર્ચાની સાથે જ એક વર્ષની તમામ ગતિવિધિઓ પર ખેડૂતનેતા પોતાના વિચાર રજૂ કરશે. બીજી તરફ, ટીકરી બોર્ડર પર પણ સવારથી જ અવર-જવર વધી ગઈ છે.
આ મહાપંચાયતમાં સામેલ થવા પંજાબમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચી રહ્યા છે. ખેડૂતોને એક તરફ કૃષિ કાયદાને પરત લેવાની ખુશી છે, બીજી તરફ આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા સાથી ખેડૂતોનાં મૃત્યુને લઈને દુઃખ પણ છે. ટીકરી બોર્ડર પર પંચાયતને પગલે દિલ્હી પોલીસે સુરક્ષા વધારી છે. પેરામિલિટરીના જવાનોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. ટીકરી બોર્ડર પર 6 ફૂટનો રસ્તો ટૂ-વ્હીલર માટે ખૂલ્યો છે.
સંયુક્ત કિસાન મોરચાએ સંસદ સત્ર શરૂ થવા પર 29 નવેમ્બરથી પ્રત્યેક દિવસે સિંધુ અને ટીકરી બોર્ડરથી 500-500 ખેડૂતોની સાથે સંસદ સુધી ટ્રેક્ટર માર્ચનો કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું છે. એની સાથે જ આજે મોટી સંખ્યામાં ખેડૂતોની ભીડ એકત્રિત કરવાનો દાવો કર્યો છે. એને જોતાં દિલ્હીની સાથે-સાથે હરિયાણા પોલીસ પણ અલર્ટ થઈ ચૂકી છે. એક મહિના પહેલાં જ ખેડૂત સંગઠનોની સાથે થયેલી વાતચીત પછી દિલ્હી પોલીસ તરફથી ટીકરી બોર્ડર પર લગાવવામાં આવેલી ભારે બેરિકેડિંગ હટાવવામાં આવી છે.