News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં(Maharashtra) મહાવિકાસ આઘાડીની(Mahavikas Aghadi) સરકાર તૂટી પડ્યાં બાદ સિનિયર નેતા(Senior leader) શરદ પવાર(Sharad Pawar) હવે કદાચ દિલ્હી(Delhi) તરફ પોતાનો મોર્ચો વાળે એવી શક્યતા છે. રાજકીય સ્તરે(political level) ચાલી રહેલી ચર્ચા મુજબ તેઓએ હવે યુનાઈટેડ પ્રોગ્રેસીવ અલાયન્સ (UPA)ના અધ્યક્ષ તરફ પદ સ્વીકારવા બાબત મન વાળ્યું હોવાનું માનવામાં આવે છે.
કોંગ્રેસ(Congress) અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhi) નાદુરસ્ત તબિયતને પગલે UPAનું અધ્યક્ષ પદ છોડવા માગે છે અને તેઓ શરદ પવારને સિનિયર નેતાઓ હોઈ તેનું સુકાન સંભાળી લે એવી અનેક વખત રજૂઆત કરી ચૂક્યા હોવાનું કહેવાય છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર-ગુજરાતમાં આજે પણ મેઘરાજા ધડબડાટી બોલાવશે- બંને રાજ્યોના આ જિલ્લાઓ માટે જાહેર કર્યું રેડ એલર્ટ- જાણો બીજા કયા રાજ્યોમાં પડશે વરસાદ
કોંગ્રેસના સૂત્રોના કહેવા મુજબ સોનિયા ગાંધી UPAની જવાબદારી સંભાળી લેવાની અનેક વખત શરદ પવારને રજૂઆત કરી ચૂક્યા છે. જોકે શરદ પવારનું મન મહારાષ્ટ્રમાં જ હોવાથી તેઓ જવાબદારી સ્વીકારવા તૈયાર થતા નહોતા. જોકે વિરોધપક્ષ તરીકે મહત્વના મુદ્દાઓ પર તેઓ સક્રિય ભાગ લેતા હોય છે.
બહુ જલદી ચોમાસું અધિવેશન(Monsoon session) ચાલુ થવાનું છે. તેથી પવાર હવે મુંબઈને બદલે દિલ્હી તરફ પોતાનો રૂખ વાળશે એવું માનવામાં આવે છે.