News Continuous Bureau | Mumbai
જાપાન (Japan)ની રાજધાની ટોક્યો(Tokyo)માં મંગળવારે ક્વાડ સમિટ(Quad Summit)નું આયોજન કરવામાં આવ્યું હતું. આજે યોજાયેલી આ ક્વાડ સમિટ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ સંગઠનના સભ્ય દેશો અને દુનિયાના ચાર ટોચના નેતાઓ(World leader) સાથે વ્યક્તિગત મુલાકાત પણ કરી હતી.
હાલ આ સમિટ દરમિયાનની પીએમ મોદી(PM Modi)ની એક તસવીર સોશિયલ મીડિયા(social media) પર ખૂબ વાયરલ(viral) થઈ રહી છે. જેમાં પીએમ મોદી દુનિયાનું નેતૃત્વ કરતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ ફોટો ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. યુઝર્સ તેને #pictureoftheday અને અન્ય હેશટેગ્સ સાથે શેર કરી રહ્યા છે. ફોટોમાં પીએમ મોદી અને જાપાનના પીએમ ફુમિયો કિશિદા(Japan PM Fumio Kishida) સાથે સીડી ઉતરી રહ્યા છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન(US president Joe Biden) અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બાનીઝ (Australia PM Anthony Albanese)તેમની પાછળ છે.
આ સમાચાર પણ વાંચો : ચિંતન શિબિર પછી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી એક્શનમાં મોડમાં, 2024ની લોકસભા ચૂંટણી માટે લીધા આ પગલાં.. જાણો વિગતે
Leading the world… a picture is worth a thousand words. pic.twitter.com/T4lJ8rFt1u
— Amit Malviya (@amitmalviya) May 24, 2022
આ વાયરલ તસ્વીરને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે અને શેર કરવામાં આવી રહી છે. ભાજપના નેતા(BJP leader)ઓની સાથે અન્ય સોશિયલ મીડિયા યુઝર્સ વડાપ્રધાન મોદીના વખાણ કરી રહ્યા છે, તેમને 'વર્લ્ડ લીડર'(World leader) કહી રહ્યા છે.
ભાજપના નેતા અમિત માલવીય(BJP leader Amit Malviy)એ ટ્વિટર પર તસવીર શેર કરતા કેપ્શન આપ્યું છે. તેમણે લખ્યું હતું કે "દુનિયાનું નેતૃત્વ કરી રહ્યા છીએ… એક ચિત્ર હજાર શબ્દોની કિંમતનું છે. બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા(BJP national spokesperson Sambit Patra)એ પણ આ ફોટો શેર કર્યો છે. તેમણે પોતાના પોસ્ટમાં લખ્યું, "વિશ્વ ગુરુ ભારત".
विश्व गुरु भारत! pic.twitter.com/wRgyxwzYsu
— Sambit Patra (@sambitswaraj) May 24, 2022