Site icon

ક્વાડ શિખર બેઠકની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ, પીએમ મોદી કરતા દેખાયા વિશ્વનું નેતૃત્વ; જુઓ ફોટોગ્રાફ… 

આ વર્ષે નહીં થાય ક્વાડ બેઠક, ઓસ્ટ્રેલિયન પીએમ અલ્બેનિસે આ કારણે રદ કરી ક્વાડ મીટિંગ..

આ વર્ષે નહીં થાય ક્વાડ બેઠક, ઓસ્ટ્રેલિયન પીએમ અલ્બેનિસે આ કારણે રદ કરી ક્વાડ મીટિંગ..

 News Continuous Bureau | Mumbai

જાપાન (Japan)ની રાજધાની ટોક્યો(Tokyo)માં મંગળવારે ક્વાડ સમિટ(Quad Summit)નું આયોજન કરવામાં આવ્યું હતું. આજે યોજાયેલી આ ક્વાડ સમિટ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ સંગઠનના સભ્ય દેશો અને દુનિયાના ચાર ટોચના નેતાઓ(World leader) સાથે વ્યક્તિગત મુલાકાત પણ કરી હતી.

Join Our WhatsApp Community

હાલ આ સમિટ દરમિયાનની પીએમ મોદી(PM Modi)ની એક તસવીર સોશિયલ મીડિયા(social media) પર ખૂબ વાયરલ(viral) થઈ રહી છે. જેમાં પીએમ મોદી દુનિયાનું નેતૃત્વ કરતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ ફોટો ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. યુઝર્સ તેને #pictureoftheday અને અન્ય હેશટેગ્સ સાથે શેર કરી રહ્યા છે. ફોટોમાં પીએમ મોદી અને જાપાનના પીએમ ફુમિયો કિશિદા(Japan PM Fumio Kishida) સાથે સીડી ઉતરી રહ્યા છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન(US president Joe Biden) અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બાનીઝ (Australia PM Anthony Albanese)તેમની પાછળ છે.

 

આ સમાચાર પણ વાંચો : ચિંતન શિબિર પછી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી એક્શનમાં મોડમાં, 2024ની લોકસભા ચૂંટણી માટે લીધા આ પગલાં.. જાણો વિગતે 

આ વાયરલ તસ્વીરને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે અને શેર કરવામાં આવી રહી છે. ભાજપના નેતા(BJP  leader)ઓની સાથે અન્ય સોશિયલ મીડિયા યુઝર્સ વડાપ્રધાન મોદીના વખાણ કરી રહ્યા છે, તેમને 'વર્લ્ડ લીડર'(World leader) કહી રહ્યા છે.

ભાજપના નેતા અમિત માલવીય(BJP leader Amit Malviy)એ ટ્વિટર પર તસવીર શેર કરતા કેપ્શન આપ્યું છે. તેમણે લખ્યું હતું કે "દુનિયાનું નેતૃત્વ કરી રહ્યા છીએ… એક ચિત્ર હજાર શબ્દોની કિંમતનું છે. બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા(BJP national spokesperson Sambit Patra)એ પણ આ ફોટો શેર કર્યો છે. તેમણે પોતાના પોસ્ટમાં લખ્યું, "વિશ્વ ગુરુ ભારત". 

Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Dog punishment: હવે માણસ ની જેમ કુતરાઓ ને પણ થશે આવી સજા, ઉત્તર પ્રદેશ સરકારે લીધો અનોખો નિર્ણય
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
Exit mobile version