News Continuous Bureau | Mumbai
ભારત સહિત વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને લઇને એક સારા સમાચાર સામે આવ્યા છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ નિષ્ણાતોએ કહ્યું છે કે હવે ભારતમાં કોરોનાની ચોથી લહેર આવવાની શક્યતા નહિવત છે.
એટલે કે કોરોના વાઇરસ હવે હંમેશને માટે ખતમ થઇ શકે છે.
જોકે સાથે તેમણે એમ પણ કહ્યું છે કે જો હવે નવો વેરિઅન્ટ ન આવે તો જ આ શક્ય છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં છેલ્લા 662 દિવસમાં પ્રથમ વખત કોરોનાના દૈનિક કેસ સૌથી ઓછા માત્ર 3993 સામે આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : વિદેશ જતા મુસાફરો માટે રાહતના સમાચાર, આખરે બે વર્ષ બાદ આ તારીખથી આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ઉડાનો ફરી શરૂ થશે, જાણો વિગત