ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 9 ડિસેમ્બર 2021
ગુરુવાર.
દેશમાં ઓમિક્રોનના વધતા જતાં ખતરા વચ્ચે સીરમ ઇન્સ્ટિટ્યૂટે એની કોરોના વેક્સીન કોવિશીલ્ડના ઉત્પાદનને 50 ટકા ઘટાડવાનો નિર્ણય લીધો છે.
કંપનીના સીઇઓ અદાર પૂનાવાલાએ મીડિયાને આ અંગે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા કોવિશીલ્ડ વેક્સીનનો ઓર્ડર ના મળતાં કંપનીએ રસીનું ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લીધો છે.
જો કે તેમણે કોવિશિલ્ડની માંગ વધે તો જરૂરિયાત માટે પ્રોડક્શન વધારવાની પણ વાત કરી હતી.
સાથે તેમણે આશા વ્યક્ત કરી હતી કે દેશમાં વધારે ડોઝની જરૂર ના પડે.
