ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 8 ડિસેમ્બર 2021
બુધવાર.
મુંબઈ પહેલા પૂણેમાં સાત લોકો ઓમિક્રોનથી સંક્રમિત થયા હતા.મહારાષ્ટ્ર બાર રાજસ્થાનના જયપુરમાં ઓમિક્રોનના નવ કેસ સામે આવ્યા છે.જેમાં એક જ પરિવારના ચાર સભ્યોનો સમાવેશ થાય છે.જેઓ તાજેતરમાં સાઉથ આફ્રિકાથી પાછા ફર્યા હતા.જાેકે આ તમામ કેસમાં કોરોનાના કોઈ લક્ષ્ણ દેખાયા નથી તે રાહતની વાત છે.અત્યાર સુધીના દેશમાં આવેલા મોટાભાગના ઓમિક્રોન કેસમાં કોરોનાના ગંભીર લક્ષણો દેખાયા નથી. આ સિવાય કર્ણાટક અને ગુજરાતમાં ઓમિક્રોમના કેસ સામે આવી ચુકયા છે.એક કેસ દિલ્હીમાં છે.આમ કુલ પાંચ રાજ્યોમાં ઓમિક્રોનનો વ્યાપ જાેવા મળ્યો છે.સોમવારે મુંબઈમાં તેના વધુ બે કેસ સામે આવ્યા બાદ દેશમાં નવા વેરિએન્ટના દર્દીઓની સંખ્યા ૨૩ થઈ છે.આ પૈકી મહારાષ્ટ્રમાં ૧૦ કેસ છે અને રાજસ્થાનમાં ૯ કેસ છે. મુંબઈ કોર્પોરેશન દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે, સોમવારે દક્ષિણ આફ્રિકાથી અને અમેરિકાથી પાછા ફરેલા બે વ્યક્તિના ટેસ્ટમાં ઓમિક્રોન વેરિએન્ટનુ સંક્રમણ લાગ્યુ હોવાનુ ખબર પડી છે.આ બંને વ્યક્તિ કોરોના વેક્સીનના બંને ડોઝ લઈ ચુકયા છે અને અત્યાર સુધીમાં મુંબઈમાં પાંચ ડિસેમ્બરથી હાઈ રિસ્ક કેટેગરીમાં આવતા દેશોમાંથી ૪૪૮૦ યાત્રીઓ આવી ચુકયા છે.
પાકિસ્તાની મહિલાએ અટારી બોર્ડર પર આપ્યો બાળકને જન્મ, બાળકનું રાખવામાં આવ્યું આ રસપ્રદ નામ