320
Join Our WhatsApp Community
કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઈ) અધિકારીઓ અને સ્ટાફના પહેરવેશમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.
નવા ડિરેક્ટરે જાહેર કરેલા આદેશ મુજબ અધિકારીઓ કાર્યાલયમાં ડ્યુટીના સમયે માત્ર નિર્ધારિત ડ્રેસકોડ પ્રમાણેના કપડાં જ પહેરી શકશે. જીન્સ, ટીશર્ટ અને સ્પોર્ટ્સ શૂઝ પહેરવા પર પ્રતિબંધ રહેશે.
પુરૂષ અધિકારીઓએ ફોર્મલ શર્ટ-પેન્ટ અને ફોર્મલ પગરખાં પહેરવા પડશે અને સાથે જ દાઢી કરીને જ કાર્યાલય આવવું પડશે.
મહિલા ઓફિસર્સ અને કર્મચારીઓ ડ્યુટીના સમયે તેઓ ફક્ત સાડી, સૂટ અને ફોર્મલ શર્ટ જ પહેરી શકશે.
સીબીઆઈના ડિરેક્ટર સુબોધ કુમારની મંજૂરી સાથે નાયબ ડિરેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં દેશભરમાં સીબીઆઈની તમામ શાખાઓના પ્રમુખોને નિર્દેશોનું આકરૂં પાલન થાય તે સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે
You Might Be Interested In