ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૮ મે ૨૦૨૧
શનિવાર
કોવિન પોર્ટલ પર લોકોની તકલીફ દૂર કરવા માટે નવી સુવિધા ઉમેરવામાં આવી છે. અમુક લોકોએ ફરિયાદ કરી હતી કે રસીનો ડોઝ લીધા પહેલા જ રસીકરણનું પ્રમાણપત્ર પોર્ટલ પર જનરેટ થયું હતું. હવે આ ખામીને સુધારવા માટે એપમાં એક નવું ફીચર ઉમેરવામાં આવ્યું છે.
હવે કોઈપણ વ્યક્તિ કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવશે અને રસીકરણ માટે સ્લોટ પસંદ કરશે ત્યારબાદ તેને ચાર અંકનો સુરક્ષા કોડ મળશે. આ કોડ રસી લેતા પહેલા બતાવવો પડશે અને ત્યાર પછી જ રસી આપવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ સંબંધિત એક નિવેદન પણ આપ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આવા કેટલાક ઉદાહરણો ધ્યાનમાં આવ્યા છે જેમાં લોકોએ કોવિન પોર્ટલ દ્વારા રસીકરણ માટે અપોઈન્ટમેન્ટ લીધી હતી, પરંતુ તે સમયસર રસી લેવા ગયા ન હતા. તેમ છતાં તેમને એસએમએસ મળ્યો કે તેમણે કોરોના રસીનો ડોઝ લઈ લીધો છે.
ગઈ કાલે જે ક્રિકેટરનું ઇંગ્લેન્ડ સામેની સીરીઝ માટે સિલેક્શન થયું હતું આજે તેને કોરોના થયો.
ઉલ્લેખનીય છે કે આ નવા ફીચરથી સરકાર પાસે વેક્સીન મેળવેલ લોકોની વધુ સચોટ માહિતી હશે અને વેક્સીનેશનની પ્રકિયા વધુ સગવડભરી બનશે.