Site icon

ગયા વર્ષે કેટલા લોકોએ છોડી ભારતની નાગરિકતા-સરકારે સંસદમાં આપ્યો જવાબ-જાણો ચોંકાવનારો આંકડો

News Continuous Bureau | Mumbai

દેશના નાગરિકોમાં(citizens of the country) છેલ્લા કેટલાક વર્ષોમાં નાગરિકતા(Citizenship) છોડવાનું ચલણ વધી ગયું છે. વર્ષ ૨૦૨૧માં કુલ કેટલા ભારતીય નાગરિકોએ(Indian citizens) દેશની નાગરિકતા છોડી કોઈ અન્ય દેશની નાગરિકતા અપનાવી આ સવાલના સંસદમાં(Parliament) આપવામાં આવેલા જવાબે ચોંકાવી દીધા છે. એક લેખિત સવાલના જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ(Union Minister of State for Home Affair) સંસદમાં જણાવ્યું કે વર્ષ ૨૦૧૯ કરતા વર્ષ ૨૦૨૧માં કુલ ૧ લાખ ૬૩ હજાર ૩૭૦ લોકોએ ભારતની નાગરિકતા છોડી કોઈ અન્ય દેશની નાગરિકતા અપનાવી લીધી છે. 

Join Our WhatsApp Community

કેન્દ્ર સરકાર(Central Govt) તરફથી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે(Nityananda Rai) જવાબ આપતા જણાવ્યું, વર્ષ ૨૦૧૯માં આ આંકડો એક લાખ ૪૪ હજાર ૧૭ હતો. સરકાર દ્વારા પોતાના જવાબમાં રજૂ કરવામાં આવેલી કુલ ૧૨૩ દેશોની યાદીમાં ૬ એવા દેશ છે જેમાં ભારતની નાગરિકતા છોડી વર્ષ ૨૦૨૧માં કોઈ ભારતીયે ત્યાંની નાગરિકતા લીધી નહીં. સૌથી ધ્યાન આપવા જેવી બાબત છે કે ૨૦૧૯માં એકપણ ભારતીયે ભારતની નાગરિકતા છોડી પાકિસ્તાનની નાગરિકતા(Pakistan citizenship) અપનાવી નહોતી.  

આ સમાચાર પણ વાંચો : નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધીની પૂછપરછ પૂર્ણ- હવે આ તારીખે ફરી બોલાવી શકે છે ED-જાણો વિગતે 

જ્યાં વર્ષ ૨૦૧૯માં એકપણ ભારતીયે પાકિસ્તાનની નાગરિકતા ન લીધી. તો ૨૦૨૧માં ૪૧ ભારતીયોએ પાકિસ્તાનની નાગરિકતા અપનાવી હતી. જ્યારે વર્ષ ૨૦૨૦માં પાકિસ્તાનની નાગરિકતા લેનારા ભારતીયોની સંખ્યા માત્ર ૭ હતી. સરકારને સવાલમાં તેનું કારણ પણ પૂછવામાં આવ્યું હતું જેના જવાબમાં સરકારે કહ્યું કે, આવા બધા નાગરિકતા પોતાના અંગત કારણોથી છોડી છે.  

ભારત છોડીને અન્ય દેશોમાં જનારા ભારતીયોની(Indians) પસંદગીમાં સૌથી ઉપર અમેરિકા(USA) તો ત્યારબાદ ઓસ્ટ્રેલિયા(Australia) રહ્યું છે. ત્યારબાદ ભારતીયો કેનેડાને(Canada) પસંદ કરી રહ્યાં છે. ચોથા નંબરે ભારતીયો રહેવા માટે બ્રિટનને(Britain) પસંદ કરી રહ્યાં છે.

Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
BJP Organizational Changes: અધ્યક્ષ બનતા જ નિતિન નબીનનો માસ્ટરસ્ટ્રોક! વિનોદ તાવડે અને આશિષ શેલારને સોંપી મોટી જવાબદારી; ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર
Sunita Williams: અવકાશના ક્ષેત્રમાં એક યુગનો અંત: 27 વર્ષની સેવા અને 608 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા બાદ સુનિતા વિલિયમ્સ નાસામાંથી નિવૃત્ત.
Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Exit mobile version