રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ડેટા મુજબ દેશમાં 9,346 બાળકો કોરોનાના કારણે નિરાધાર અનાથ થઈ ગયા છે.
નિરાધાર થયેલા સૌથી વધારે 2,110 બાળકો ઉત્તર પ્રદેશમાં છે. આની સાથે બિહારમાં 1,327, કેરળમાં 952 અને મધ્ય પ્રદેશમાં 712 બાળકો મહામારીના કારણે અનાથ થઈ ગયા છે
મહારાષ્ટ્રમાં 4,451 બાળકોએ પોતાના માતા પિતામાંથી એકને ગુમાવી દીધા છે તથા 141 એવા બાળકો છે જેમના માતા પિતા એમ બંનેના મોત થયા છે.
સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને આદેશ આપ્યા છે કે તે 7 જૂન સુધી એનસીપીસીઆરની વેબસાઈટ ‘બાલ સ્વરાજ’ પર ડેટા અપલોડ કરે અને કોરોના વાયરસ સંક્રમણના કારણે અસરગ્રસ્ત થયેલા બાળકો સાથે જોડાયેલા વિતરણને ઉપલબ્ધ કરાવે.