ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 નવેમ્બર 2021
શનિવાર.
દુનિયાભરમાં સાઉથ આફ્રિકામાંથી ફેલાયેલા ઓમિક્રૉન કોરોના વાયરસ વેરિયન્ટને લઈને ટેન્શન વધી ગયું છે.
અનેક દેશોમાં પ્રતિબંધો લાગી ગયા છે ત્યારે પ્રધાનમંત્રી મોદીએ પણ આજે હાઇલેવલ બેઠક કરી છે.
પીએમ મોદીએ અધિકારીઓને આદેશ આપ્યા છે કે બહારથી આવતા તમામ યાત્રિકોની મોનીટરીંગ કરવામાં આવે અને તે મુદ્દે ગાઈડલાઇન મુજબ ટેસ્ટિંગ કરવામાં આવે.
આ સાથે જ ઈન્ટરનેશનલ ફ્લાઇટ માટે જે છૂટછાટ આપવામાં આવી છે તેના પર ફરીથી સમીક્ષા કરવાના આદેશ આપ્યા છે.
આ ઉપરાંત જે દેશોમાં વધારે રિસ્ક છે તેમના યાત્રિકોનાં ટેસ્ટ કરવામાં આવે અને આ મુદ્દે કડકાઇથી કામ કરવામાં આવે.
કોરોના વાયરસ સામે ચાલી રહેલ વેક્સિનેશન અભિયાનમાં બીજો ડોઝ આપવામાં ઝડપ વધારવા માટે આદેશ આપ્યા છે.
કેન્દ્ર સરકારના એલાન બાદ ખેડૂતોએ પણ દેખાડ્યું 'મોટું દિલ', લીધો આ મોટો નિર્ણય; જાણો વિગતે