News Continuous Bureau | Mumbai
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra MOdi)ના પ્રયાસો ફળ્યા છે. ઓસ્ટ્રેલિયા(Australia)થી 29 મૂલ્યવાન કલાકૃતિ(Antiquities)ઓ દેશને પરત કરવામાં આવી છે, જેનું પીએમ મોદીએ નિરીક્ષણ કર્યું છે. પ્રાચીન કલાકૃતિઓ વિષયો અનુસાર છ વ્યાપક શ્રેણીઓમાં છે, જેમાં શિવ અને તેમના શિષ્યો, શક્તિની પૂજા, ભગવાન વિષ્ણુ અને તેમના સ્વરૂપો, જૈન પરંપરા, ચિત્રો અને સુશોભન વસ્તુઓનો સમાવેશ થાય છે. આ પ્રાચીન કલાકૃતિઓ જુદા જુદા સમયગાળામાંથી આવે છે, જે 9-10 સદીઓ પૂર્વેની છે.
વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું કે ઓસ્ટ્રેલિયાથી દેશમાં લાવવામાં આવેલી આ 29 પ્રાચીન કલાકૃતિઓ માં મુખ્યત્વે વિવિધ પ્રકારની સામગ્રી – સેન્ડસ્ટોન, આરસ, કાંસ્ય, પિત્તળ, કાગળમાં ચલાવવામાં આવેલા શિલ્પો અને ચિત્રો છે. પ્રાચીન વસ્તુઓ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળની છે, જે ભારતના વિશાળ ભૌગોલિક વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.
આ સમાચાર પણ વાંચો :શું રશિયા ન્યુક્લિયર વોર તરફ આગળ વધી રહ્યું છે? પુતિને ન્યુક્લિયર ડ્રીલના આદેશ આપ્યાં
ઉલ્લેખનીય છે કે, આ પહેલા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા ત્યારે ત્યાંથી પરત ફરતી વખતે તેઓ પોતાની સાથે 157 કલાકૃતિઓ લઈને આવ્યા હતા જે ચોરી અને દાણચોરી દ્વારા દેશની બહાર ગઈ હતી. આ મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદીએ જ્યાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે મિત્રતાના નવા અધ્યાયની શરૂઆત કરી હતી, ત્યારે સંયુક્ત રાષ્ટ્રમાં સફળતાનો ધ્વજ લહેરાવીને દેશની અમૂલ્ય ધરોહર પણ પાછી લાવી હતી.
In a totally once-in-a-lifetime, historic gesture by Australia, 29 antiquities have been returned to India! Modiji personally inspecting the flown valuables. pic.twitter.com/uWynkpJUwQ
— Satyadeepsinh Parmar (@satyadipsinhbjp) March 21, 2022
અમેરિકાએ આ કલાકૃતિઓ અને પ્રાચીન કલાકૃતિઓ વડાપ્રધાન મોદીને ભેટમાં આપી હતી. વડાપ્રધાન કાર્યાલય (PMO) અનુસાર, આમાંની મોટાભાગની કલાકૃતિઓ અને વસ્તુઓ 11મીથી 14મી સદીની હતી. કેટલીક પ્રાચીન વસ્તુઓ 2000 બીસીની છે.