મોટા સમાચાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી, તમામ ખેડૂતોની માફી માંગી

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 19 નવેમ્બર  2021 

શુક્રવાર.  

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર ને સંબોધન કરતાં જણાવ્યુ હતું કે સરકારે ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપી છે. આ સાથે જ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી છે અને ખેડૂતોની માફી પણ માંગી છે.

પીએમ મોદીએ કહ્યું, ખેતીને સુધારવા માટે ત્રણ કાયદા લાવવામાં આવ્યા. જેથી નાના ખેડૂતોને વધુ પાવર મળે. વર્ષોથી આ માંગ દેશના ખેડૂતો અને નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી રહી હતી.

પોતાનો બચાવ કરતા તેમણએ કહ્યું હતું કે જ્યારે આ કાયદાઓ લાવવામાં આવ્યા ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી. દેશના ખેડૂતો અને સંગઠનોએ તેનું સ્વાગત કર્યું, સમર્થન કર્યું. આથી તેઓએ તમામ નો આભાર માન્યો હતો.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment