News Continuous Bureau | Mumbai
સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાંથી આજે 72 સાંસદો નિવૃત્ત થઇ રહ્યા છે. આજે રાજ્યસભા તેમના કાર્યો અને યોગદાનને યાદ કરી રહી છે. આ પ્રસંગે PM મોદીએ નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ રહેલા સાંસદોને વિદાય ભાષણ આપ્યું હતું અને તેમને આગામી જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આજે નિવૃત્ત થઈ રહેલા સાંસદોમાં કપિલ સિબ્બલ, નિર્મલા સીતારમણ, સુબ્રમણ્યમ સ્વામી, સંજય રાઉત, પી ચિદમ્બરમ, પીયૂષ ગોયલ, રૂપા ગાંગુલી અને જયરામ રમેશ જેવાં વગેરેનો સમાવેશ થાય થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદાય ભાષણમાં કહ્યું હતું કે, આ સાંસદોની વિદાયથી અનુભવી સાથીઓની ખોટ રહેશે. જો કે આ એક વિદાય સમારંભ છે, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે તમે ફરીથી સાંસદ તરીકે આવો. મોદીએ કહ્યું કે, અનુભવ જ્ઞાન કરતાં મોટો છે. આથી, જો અનુભવી સાથીઓ સાથ છોડી દે તો નુકસાન થાય છે. તેની ઊણપ વર્તાતી હોય છે.
આ સમાચાર પણ વાંચો: કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પા નવી મુશ્કેલીમાં, બેંગલુરુની સ્પેશિયલ કોર્ટે ભ્રષ્ટાચારનો કેસ નોંધવાનો આદેશ આપ્યો; જાણો શું છે સમગ્ર મામલો..
આગળ પીએમ મોદીએ કહ્યું કે, અમે આ સંસદમાં લાંબો સમય પસાર કર્યો છે. આ ઘરનું આપણા જીવનમાં ઘણું યોગદાન છે. આ ગૃહના સભ્ય તરીકે મેળવેલ અનુભવને દેશની ચારેય દિશામાં લઈ જવા જોઈએ. અનુભવથી જે મળે છે તેમાં સમસ્યાઓનું સમાધાન માટે સરળ ઉપાય હોય છે. અનુભવ હોવાના કારણે ભૂલો ખૂબ ઓછી થાય છે. અનુભવનું પોતાનું એક મહત્વ હોય છે. જ્યારે આવા અનુભવી સાથીઓ ગૃહમાંથી જાય છે ત્યારે તેમની કમી હંમેશા મહેસુસ થાય છે.
વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, આ આઝાદીનો અમૃત ઉત્સવ છે. આપણા મહાપુરુષોએ દેશ માટે ઘણું આપ્યું છે, હવે આપણો વારો છે. હવે અહીંથી નિવૃત્ત થતાં લોકો સાથે મારી એક અપેક્ષા છે કે, તમે એક મોટા સ્ટેજ પર પહોંચીને આઝાદીના અમૃત મહોત્સવ માટે લોકોને પ્રેરિત કરો. તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આ સમાચાર પણ વાંચો: મોદી સરકારનો મોટો નિર્ણય, સેનાને મળશે 15 લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર; જાણો તેની કિંમત અને ખાસિયત