Site icon

જે રાકેશ ટીકૈત કિસાન આંદોલનના ચહેરો બન્યા હતા તેની કિસાન યુનિયનમાંથી હકાલપટ્ટી. પણ આવું કેમ? જાણો ઈનસાઈડ સ્ટોરી…

News Continuous Bureau | Mumbai 

કેન્દ્ર સરકારને(Central Govt) બે-બે વર્ષ સુધી પરેશાન કરી નાખનારા ખેડૂતોના આંદોલનના(Farmers Protest) મુખ્ય કર્તાહર્તા અને આંદોલનનો ચહેરો બની ગયેલા કિસાન નેતા(Farmer leader) રાકેશ ટીકૈતને(Rakesh Tikait) મોટો ફટકો પડ્યો છે. ભારતીય કિસાન યુનિયનનું(Indian Farmers Union) વિભાજન થઈ ગયું છે, જેમાં કિસાન યુનિયમાંથી રાકેશ ટીકૈતની હકાલપટ્ટી થઈ ગઈ છે.

Join Our WhatsApp Community

રવિવારે ચૌધરી મહેન્દ્રસિંહ ટીકૈતની(Chaudhary Mahendrasigh tikait) 11મી પુણ્યતિથી દરમિયાન લખનઉમાં(Lucknow) ભારતીય કિસાન યુનિયનની બેઠકમાં ટીકૈતભાઈઓ મોટો ફટકો પડયો છે. રાકેશ ટીકૈતને ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં(UP Elections) ભાજપ(BJP) અને યોગી સરકાર(Yogi Govt) વિરુદ્ધ મોર્ચો ખોલવાનું ભારે પડી ગયું છે. ભારતીય કિસાન યુનિયનના બે ફાંટા પડી ગયા છે. ગઠવાલા ખાપના  રાજેન્દ્ર સિંહ મલિક(Rajendra Singh Malik) અને રાજેશસિંહ ચૌહાનના(Rajesh Singh Chauhan) નેતૃત્વમાં ભારતીય કિસાન યુનિયનથી અલગ ભારતીય કિસાન યુનિયન(બિનરાજનૈતિક) નામથી નવા સંગઠનની સ્થાપના કરી છે. એટલે કે કિસાન આંદોલનનો મુખ્ય ચહેરો રહેલા રાકેશ ટીકૈત અને નરેશ ટીકૈત કિસાન યૂનિયનથી અલગ પડી ગયા છે.

આ સમાચાર પણ વાંચો :  દર વર્ષે આ દિવસે રોજ મનાવાશે આતંકવાદ વિરોધી દિવસ, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને લખ્યો પત્ર.. જાણો વિગતે 

સૂત્રોના કહેવા મુજબ ભારતીય કિસાન યુનિયનથી ટીકૈટભાઈઓને અલગ કરવાની યોજના તો 10 માર્ચના ઉત્તર પ્રદેશની ચૂંટણીના રિઝલ્ટ આવવાની સાથે જ બની ગઈ હોવાનું કહેવાય છે. રાજેશ ટીકૈત અને કિસાન યુનિયન સામે બળવો કરીને જે લોકોએ અલગથી ભારતીય કિસાન યુનિયન બિનરાજનૈતિક સંગઠન બનાવ્યું છે, એ તમામ લોકો ભાજપથી નજીકના હોવાનું માનવામાં આવે છે.

ગઠવાલાખાપના ચૌધરી રાજેન્દ્રસિંહ મલિક જેને સંગઠનના સરંક્ષક બનાવવામાં આવ્યા છે, તે બીજેપી અને ભાજપ સરકારની સાથેને સાથે હોય છે. તો ધમેન્દ્ર મલિક પણ યોગી સરકારમાં કૃષી સમુદ્ધ આયોગના સભ્ય(Commission for Agriculture) રહી ચૂક્યા છે. એવામાં કિસાન યુનિયનથી રાકેશ ટીકૈતને દૂર કરવાનું નક્કી જ હોવાનું કહેવાય છે.

ભારતીય કિસાન યુનિયનમાં ફાંટ પડવો એ ટીકૈતભાઈઓ માટે બહુ મોટો ઝટકો છે.  અલગથી ચોકો રચનારા રાજેશ ચૌહાણે કહ્યું હતું કે ભારતીય કિસાન યુનિયન પોતાના મૂળ ખેડૂતોના મુદ્દાથી ભટકી ગઈ છે અને રાજકારણ કરી રહી છે. રાકેશ ટીકૈત અને નરેશ ટીકૈત રાજનીતિથી પ્રેરિત હોવાની ટીકા પણ કરવામાં આવી હતી. તેથી અમારે અલગ ચોકો કરવાની ગરજ પડી હોવાનું પણ રાજેશ ચૌહાણે કહ્યું હતું.  અમે કોઈ રાજકીયદળ સાથે જોડાવાના નથી. ફક્ત ખેડૂતોના હિત માટે કામ કરવાના છીએ એવો કટાક્ષ પણ તેમણે કર્યો હતો.
 

Earthquake: દિલ્હીમાં ભૂકંપના આંચકાથી ફફડાટ: સવારે 8:44 વાગ્યે ધ્રૂજી ઉઠી રાજધાની; જાણો ક્યાં હતું કેન્દ્રબિંદુ.
77th Republic Day: ભારતના 77મા ગણતંત્ર દિવસ પર આ વખતે બે ‘ચીફ ગેસ્ટ’: યુરોપિયન યુનિયનના ટોચના નેતાઓ આવશે ભારત, FTA પર થઈ શકે છે મોટી જાહેરાત.
I-PAC Raid Case: મમતા સરકારની અરજી ફગાવી, ED અધિકારીઓ વિરુદ્ધની FIR પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક; દેશમાં અરાજકતા અંગે કરી મોટી ટિપ્પણી
PM Modi Wishes: વડાપ્રધાન મોદીએ મકર સંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુની પાઠવી હાર્દિક શુભેચ્છાઓ; દેશમાં સમૃદ્ધિની કરી મંગલકામના.
Exit mobile version