Site icon

મોદી સરકારે DBTનો રેકોર્ડ બનાવ્યો- અત્યાર સુધીમાં જરૂરિયાતમંદોના બેંક ખાતામાં નાખ્યા અધધ- આટલા ખરબ રૂપિયા- આંકડો જાણીને આંખો થઇ જશે પહોળી

News Continuous Bureau | Mumbai

કેન્દ્રની(Central Govt) નરેન્દ્ર મોદી સરકારે(Narendra Modi Govt) એક નવી ઉપલબ્ધી પોતાના નામે કરી છે. ખરેખરમાં મોદી સરકારમાં લાખો લાભાર્થીઓના બેંક ખાતામાં પૈસા સીધા ટ્રાન્સફર કરવાનો રેકોર્ડ બન્યો છે. વર્ષ ૨૦૧૪ થી અત્યાર સુધીમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર(Direct Benefit Transfer) (ડીબીટી) યોજનાનો આંકડો રૂ. ૨૫ ટ્રિલિયન (ખરબ) ને વટાવી ગયો છે. તમને જણાવી દઈએ કે આ યોજનામાં નવા લાભાર્થીઓ જોડાવાને કારણે ડીબીટી ટ્રાન્સફર દર વર્ષે સતત વધી રહ્યો છે. વર્ષ ૨૦૧૯-૨૦માં ડીબીટી યોજના(DBT Scheme) હેઠળ ૩ ટ્રિલિયન રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યાં જ વર્ષ ૨૦૨૧-૨૧માં આ માત્રા વધીને ૫.૫ ટ્રિલિયન રૂપિયાએ પહોંચી ગઇ છે. જ્યારે ગત નાણાકીય વર્ષમાં તે ૬.૩ ટ્રિલિયન હતી. ત્યાં જ ચાલુ નાણાકીય વર્ષના છ મહિનાથી ઓછા સમયમાં ૨.૩૫ ટ્રિલિયન રૂપિયા લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવ્યા છે. જેનો અર્થ એ છે કે વર્ષ ૨૦૧૪થી શરૂ થયેલી ડીબીટી સ્કીમમાં છેલ્લા અઢી વર્ષમાં ૫૬ ટકા ટ્રાન્સફર થઈ ચૂક્યા છે. 

Join Our WhatsApp Community

સરકાર આ યોજનાને આપત્તિમાં લોકોને મદદ કરવા માટે એક મહત્વપૂર્ણ માધ્યમ બનાવી રહી છે. ખાસ કરીને વર્ષ ૨૦૨૦ના માર્ચ મહિનામાં કોરોના મહામારીમાં(corona epidemic) તેનો વધુ સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક અધિકારીએ કહ્યું કે ડીબીટી કોવિડમાં લોકોનું રક્ષક હતું. તેને સરકાર તરફથી સીધા તેના બેંક ખાતામાં પૈસા મળ્યા છે. પાછલા નાણાકીય વર્ષમાં લગભગ ૭૩ કરોડ લોકોએ ડ્ઢમ્‌યોજનાનો રોકડમાં લાભ લીધો હતો. જ્યારે ૧૦૫ કરોડ લોકોએ અન્ય માધ્યમો દ્વારા ડીબીટી નો લાભ ઉઠાવ્યો હતો. આ સાથે સરકારનો એવો પણ દાવો છે કે ડીબીટી સ્કીમથી ૨.૨ ટ્રિલિયન રૂપિયા ખોટા હાથમાં જતા બચ્યા છે. આ રકમનો દુરુપયોગ ન થાય તે માટે સરકારે બેંક ખાતાને (bank account) આધાર સાથે લિંક કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર – હવે દર 10 વર્ષે આધારને કરાવવું પડશે બાયોમેટ્રિક અપડેટ- UIDAI એ કરી તૈયારી

તમને જણાવી દઈએ કે ૫૩ કેન્દ્રીય મંત્રાલયોની(Union Ministries) ૩૧૯ યોજનાઓ ડીબીટી યોજના સાથે જાેડાયેલી છે. તેમાં એલપીજી પાયલ યોજના(LPG Payal Scheme), મહાત્મા ગાંધી(Mahatma Gandhi) ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના(Rural Employment Guarantee Scheme), જાહેર વિતરણ વ્યવસ્થા(Public Distribution System), પીએમ આવાસ યોજના, ઘણી બધી શિષ્યવૃત્તિ યોજનાઓ અને રાષ્ટ્રીય સામાજિક સહાય જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. ડીબીટી યોજનાની શરૂઆત યુપીએ સરકાર દ્વારા વર્ષ ૨૦૧૩-૧૪માં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદી સરકારે વર્ષ ૨૦૧૪-૧૫માં આ યોજનાને મોટી બનાવી હતી. વર્ષ ૨૦૧૭-૧૮માં ડીબીટી યોજના ૧.૯ ટ્રિલિયન રૂપિયાના આંકડાને સ્પર્શી ગઈ હતી અને વર્ષ ૨૦૧૯-૨૦ સુધીમાં તેમાં ઘણી વધુ યોજનાઓ ઉમેરવામાં આવી હતી.

Voter List: આધાર કાર્ડ જ નહીં, આ દસ્તાવેજો પણ રાખો તૈયાર: મતદાર યાદી સુધારણા માટે આજથી BLO ઘરે-ઘરે જશે
Manipur clashes: મણિપુરના ચુરાચાંદપુરમાં સુરક્ષાબળોની મોટી કાર્યવાહી, અથડામણમાં UKNAના આટલા ઉગ્રવાદીઓને ઠાર કર્યા
Election Commission: ચૂંટણી પંચ મિશન મોડ પર; 12 રાજ્યોમાં ‘SIR’ અભિયાન શરૂ, આ તારીખે પ્રસિદ્ધ થશે અંતિમ યાદી
Diabetes Food: ભારતીય રેલવે પ્રવાસમાં ‘શુગર’ નહીં વધે! હવે ડાયાબિટીસના દર્દીઓને ‘આ’ ટ્રેનોમાં મળશે ‘ડાયાબેટિક ફૂડ’!
Exit mobile version