News Continuous Bureau | Mumbai
ભારતીય રૂપિયો (Indian Rupee) ગુરૂવારના સત્રના અંતે ફરી નવા ઐતિહાસિક તળિયે બંધ આવ્યો છે.
ભારતીય ચલણ(Indian currency) ડોલરની(Dollar) સામે આજના સેશનના(Session) અંતે 77.73 પર બંધ આવ્યો છે.
મોંઘવારીની(Inflation) વિકરાળ બનતી સમસ્યા અને વ્યાજદરમાં(Interest rate) વધારાને કારણે વૈશ્વિક શેરબજારમાં(Sharemarket) મંદીની સાથે ભારતમાંથી આઉટફ્લો વધતા રૂપિયામાં દબાણ વધતું જઈ રહ્યું છે.
ભારતીય ચલણ છેલ્લા 10 દિવસમાં સતત પાંચમા સત્રમાં નવા ઐતિહાસિક તળિયે બંધ આવ્યું છે.
નિષ્ણાતોના મતે ભારતીય શેરબજારમાં(Indian share market) વિદેશી રોકાણકારોની(Foreign investors) અવિરત વેચવાલી ચાલુ રહેતા રૂપિયામાં દબાણ વધી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : સર્વોચ્ચ અદાલતનો આ કેસમાં મોટો ચુકાદો, GST કાઉન્સિલની ભલામણો માનવા બંધાયેલી નથી કેન્દ્ર અને રાજ્ય સરકારો.. જાણો વિગતે..