કોરોના મહામારીના પગલે દેશના મોટાભાગના રાજ્ય બોર્ડે પોતાના ધોરણની 12માંની બોર્ડ પરીક્ષા રદ કરી દીધી છે.
હવે સુપ્રીમ કોર્ટે તે તમામ રાજ્ય બોર્ડને આદેશ આપ્યો છે કે 31 જુલાઇ સુધી 12માં ધોરણનું પરિણામ જાહેર કરે.
સાથે જ કોર્ટે તેમને 10 દિવસમાં ઇન્ટરનલ એસેસમેન્ટ સ્કીમ તૈયાર કરવા માટે કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે CBSE બૉર્ડના 12માં ધોરણના રિઝલ્ટને તૈયાર કરવાને લઈને બનેલી 13 સભ્યોની કમિટીએ પણ સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં બૉર્ડે રિઝલ્ટ જાહેર કરવાના ફોર્મ્યુલા વિશે જણાવ્યું હતુ.