ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૭ મે 2021
શુક્રવાર
સીરમ ઇન્સ્ટીટયુટ અને ઓક્ષ્ફર્ડ એસ્ટ્રાજેનેકા સાથે બનાવેલી કોરોનાની વેક્સીન કોવીશિલ્ડનો બીજો ડોઝ લેવાની મુદત વિષે હજી પણ ચર્ચાવિચારના ચાલુ છે. હાલમાં આ મુદત ૨૮ દિવસથી ૪૫ દિવસની છે. તે વધારીને ૧૨ અઠવાડિયાની કરવામાં આવે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકારે નીમેલી તજજ્ઞોની સમિતિ આ બાબતે સંશોધન કરી રહી છે.
રસી ઉપર અભ્યાસ કરી રહેલી સમિતિનું તારણ છે કે ૬ અઠવાડિયા બાદ જો બીજો ડોઝ આપવામાં આવે તો તેનું અસરકારતા ૫૫.૧% અને જો ૧૨ અઠવાડિયા બાદ આપવામાં આવે તો તેની અસરકારતા ૮૧.3% છે. જો આ અંતર વધારવામાં આવે તો મુખ્યત્વે બે ફાયદા થશે. પહેલો કે જો અંતર વધે તો કંપનીને વેક્સીનનો પુરવઠો તૈયાર કરવા માટે વધુ સમય મળશે અને બીજો કે પ્રથમ ડોઝ માટે વધુ રસી ઉપલબ્ધ થશે.
અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને કોરોના ભરખી ગયો. એઇમ્સમાં લીધા અંતિમ શ્વાસ.
ઉલ્લેખનીય છે કે આની પહેલા ભારત બાયોટેકની કોવેક્સીનનો બીજો ડોઝ આપવાની મુદત પણ વધારવામાં આવી હતી. હવે લોકોમાં શું સરકાર વેક્સીનની વધતી માગને પહોંચીવળવા તો આમ નથી કરી રહી?