News Continuous Bureau | Mumbai
શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવાના કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે.
જસ્ટિસ હેમંત ગુપ્તા અને સુધાંશુ ધુલિયાની ડિવિઝન બેંચ આ મામલે પોતાનો ચુકાદો જાહેર કર્યો. શિક્ષણ સંસ્થાનોમાં હિજાબ પર પ્રતિબંધના મામલે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આપવામાં આવ્યો. હિજાબ કેસમાં સુપ્રીમ કોર્ટના બન્ને જાજોનો મત અલગ અલગ છે. જસ્ટિસ હેમંત ગુપ્તાએ પ્રતિબંધનો વિરોધ કરતી અરજીને ફગાવી દીધી. તો બીજી તરફ જસ્ટિસ સુધાંશુ ધુલિયાનો ર્નિણય હિજાબ પર પ્રતિબંધના પક્ષમાં છે.
જસ્ટિસ હેમંત ગુપ્તાએ હિજાબ વિવાદ પર પોતાના નિર્ણયમાં કહ્યું કે હું આ મામલે કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખું છું. તેમણે કહ્યું કે શું આ મામલો બંધારણીય બેંચને મોકલવો જોઈએ? વિદ્યાર્થીઓ યુનિફોર્મ પહેરે કે હિજાબ પહેરે તે અંગે શૈક્ષણિક સંસ્થા કોઈ નિર્ણય લઈ શકે છે? શું હિજાબ પર પ્રતિબંધ મૂકવો એ કલમ 25નું ઉલ્લંઘન છે? શું વિદ્યાર્થીઓને કલમ 19, 21, 25 હેઠળ કપડાં પસંદ કરવાનો અધિકાર મળે છે? કલમ 25 ની મર્યાદા શું છે?
આ સમાચાર પણ વાંચો: દિવાળીની ઉજવણી પડશે ફિક્કી- મુંબઈ શહેરમાં આ તારીખથી ધારા 144 લાગુ-પાંચથી વધુ લોકો ભેગા થયા તો પોલીસ લેશે એક્શન
જસ્ટિસ સુધાંશુ ધુલિયાએ કહ્યું કે મારા ચુકાદાનો મુખ્ય ભાર એ છે કે વિવાદ માટે જરૂરી ધાર્મિક પ્રથાની સંપૂર્ણ ખ્યાલ જરૂરી નથી અને હાઈકોર્ટે ખોટો રસ્તો અપનાવ્યો છે. તેણે કહ્યું, હિજાબ પહેરવું કે ન પહેરવું એ પસંદગીની બાબત છે, ન તો વધારે કે ન ઓછું. તેમણે કહ્યું કે મેં 5 ફેબ્રુઆરીના સરકારી આદેશને રદ કર્યો છે અને પ્રતિબંધ હટાવવાનો આદેશ આપ્યો છે. આમ બન્ને જાજોનો નિર્ણય એકબીજાથી સાવ અલગ અલગ છે. બે જજાેની બેંચ વચ્ચે આ મામલે મતમતાંતર સામે આવતા આ મામલો સુપ્રીમ કોર્ટની મોટી બેંચને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. હવે ત્રણ જજાેની બેંચ હિજાબ કેસ અંગે નિર્ણય આપશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા સુપ્રીમ કોર્ટે હિજાબ કેસમાં કર્ણાટક હાઈકોર્ટના ર્નિણયને પડકારતી વિવિધ અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસમાં ૨૧ વકીલો વચ્ચે દસ દિવસ સુધી દલીલો ચાલી હતી. શિક્ષણ સંસ્થાનોમાં હિજાબ યથાવત રહેશે કે નહીં. તે મુદ્દે ભારે ઓહાપોહ મચ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: આ મહિનાનું સૌથી મોટું રાશિ પરિવર્તન 16 ઓક્ટોબરે થશે- આ 5 રાશિઓ થશે ધનવાન- જાણો તમારી રાશિની સ્થિતિ