News Continuous Bureau | Mumbai
સુપ્રીમ કોર્ટે(Supreme court) દેશદ્રોહના કાયદા (sedition law) પર પુર્નવિચાર થાય ત્યાં સુધી તેના ઉપયોગ પર હાલ પુરતી રોક લગાવી છે.
કોર્ટે કેન્દ્ર(Central) અને રાજ્યોને(States) કહ્યું છે કે પુર્નવિચાર સુધી દેશદ્રોહ એટલે કે આઈપીસીની(IPC) કલમ 124એ(Section 124) હેઠળ કોઈ નવા કેસ દાખલ કરવામાં ન આવે.
સાથે જ કોર્ટે કહ્યું કે જે પેન્ડિંગ કેસ છે તેના પર યથાસ્થિતિ જાળવી રાખવી.
આ ઉપરાંત જે લોકો પર રાજદ્રોહનો આરોપ છે તેઓ જામીન(Bail) માટે કોર્ટમાં જઈ શકે છે.
હવે આ મામલે આગામી સુનાવણી 3જી જુલાઈએ થશે.
આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટના એક ચુકાદાએ વ્યક્તિને કરોડપતિ બનાવ્યો, નોઈડાના ગામના વ્યક્તિને આખરે ૨૫ વર્ષ બાદ જમીનનું વળતર મળ્યું; જાણો શું છે સમગ્ર મામલો