News Continuous Bureau | Mumbai .
ઈંટેલિજેંસ બ્યૂરોના(Intelligence Bureau) સ્પેશિયલ ડાયરેક્ટર(Special Director) આઈપીએસ ઓફિસર(IPS officer) તપન કુમાર ડેકાને(Tapan Kumar Deka) ઇન્ટેલિજન્સ બ્યૂરોના ડાયરેક્ટર નિમવામાં આવ્યા છે.
તેઓ IBના વર્તમાન વડા અરવિંદ કુમારનું (Arvind Kumar) સ્થાન લેશે અને તેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે.
વર્તમાન IB ચીફનો વિસ્તૃત કાર્યકાળ(Extended tenure) 30 જૂને પૂરો થાય છે.
આ સાથે RAW ચીફ સામંત કુમાર ગોયલને(Samant Kumar Goyal) ફરી એકવાર એક વર્ષનું એક્સટેન્શન(Extension) આપવામાં આવ્યું છે.
1988 બેન્ચના હિમાચલ કૈડરના(Himachal Cadre) અધિકારી ડેકાને 2021માં પોલીસ મહાનિર્દેશક(Director General) સ્તર તરીકે નામિત કરવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : દ્રૌપદી મુર્મુની જીત નિશ્ચિત થઈ ગઈ-મતનું ગણિત બેસી ગયું-હવે વિપક્ષની આ પાર્ટીએ પણ એનડીએને સમર્થન આપ્યું