ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 જાન્યુઆરી 2022
ગુરુવાર.
દેવામાં ડૂબેલી એર ઈન્ડીયા 69 વર્ષ બાદ ફરી એકવાર ટાટા ગ્રુપનો હિસ્સો બની છે.
ટાટા ગ્રુપે દિલ્હીમાં સત્તાવાર રીતે એર ઈન્ડીયાનો કબજો સંભાળી લીધો છે.
પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાત બાદ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને કહ્યું કે ટાટા ગ્રુપમાં એર ઈન્ડીયાને પરત આવેલી જોઈને અમે ખૂબ ખુશ છીએ.
તેમણે કહ્યું કે એરલાઈન હસ્તાંતરણની તમામ પ્રક્રિયાઓ પૂરી કરી લેવાઈ છે અને હવેથી એર લાઈન ટાટા ગ્રુપની કંપનીઓના હિસ્સો બની તે જાણીને અમે ખૂબ ખુશ છીએ.
એર ઈન્ડીયાએ કેન્દ્ર સરકારને ફાઈનલ પેમેન્ટની ચુકવણી કરી દીધી છે અને આ ચુકવણી બાદ ટાટા ગ્રુપે સત્તાવાર રીતે એર ઈન્ડીયાનો કબજો સંભાળી લીધો છે.
ઉલ્લેખનીય છે કે સરકારે પ્રતિસ્પર્ધી બોલી પ્રક્રિયા બાદ 8 ઓક્ટોબરે 18,000 કરોડ રુપિયામાં એર ઈન્ડીયાને ટેલેસ પ્રાઈવેટ લિમિટેડને વેચી દીધી હતી. આ ટાટા સમુહની હોલ્ડિંગ કંપનીનું પેટા યુનિટ છે.
હવે બજારમાં મળશે આ એન્ટિ-કોવિડ-19 રસીઓ, કેન્દ્ર સરકારે આપી દીધી શરતી મંજૂરી, આટલી હોઈ શકે છે કિંમત