News Continuous Bureau | Mumbai
આગામી દિવસોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) મોહાલીની(Mohali) મુલાકાત કરવાના છે. આ દરમિયાન હવે નરેન્દ્ર મોદી મોહાલીની મુલાકાત પહેલા પંજાબમાં આતંકવાદી હુમલાને(Terrorist attacks) લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દેશની ગુપ્તચર એજન્સીઓએ(Intelligence agencies) એક મહત્વપૂર્ણ એલર્ટ જાહેર કરતાં કહ્યું છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી(Pakistani intelligence agency) ચંદીગઢ અને મોહાલીમાં આતંકી હુમલાનું ષડયંત્ર(Terror attack conspiracy) રચી રહી છે. એલર્ટ મુજબ આતંકીઓ ચંદીગઢ અને મોહાલીમાં(Chandigarh and Mohali) આતંકી હુમલો કરી શકે છે. આતંકીઓ બસ સ્ટેન્ડને નિશાન(Target Bus Stand) બનાવી શકે છે.
આ સમાચાર પણ વાંચો : ઉત્તર મુંબઈમાં મોટું ધીંગાણુ- શિવસેના સમર્થક અને શિંદે સમર્થક વચ્ચે રાડો
ગુપ્તચર એજન્સીઓએ સ્ટેટ પોલીસ, જીઆરપી, અને સ્ટેટ ઇન્ટેલિજન્સ એજન્સીઓને પરસ્પર કોઓર્ડિનેશન કરીને ઇનપુટ પર કામ કરવાનું કહ્યું છે.
સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે પંજાબના ૧૦ નેતાઓ આતંકીઓના નિશાના પર છે. કેન્દ્ર સરકાર(Central government ) તેમને સુરક્ષા ઉપલબ્ધ કરાવી શકે છે. નોંધનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મોહાલી પ્રવાસ અંગે એજન્સીઓ એલર્ટ પર છે. ચારેકોર સુરક્ષા એકદમ ચુસ્ત કરવામાં આવી છે. આઈએસઆઈની જે લોકો સાથે લિંક છે તેમની ભાળ મેળવવાની કોશિશ થઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો : મધ્ય રેલવે નો પ્રવાસ ફરી એકવાર અટક્યો – સવાર સવારના સમયે તાંત્રિક બીગાડ અને દુરસ્તી