ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,15 જાન્યુઆરી 2022
શનિવાર
કારમાં સવારી સલામત કરવા માટે કેન્દ્રીય વાહનમંત્રી નીતિન ગડકરીએ વધુ એક મોટા નિર્ણયને મંજૂરી આપી છે.
નીતિન ગડકરીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે તેમણે કારમાં 6 એરબેગ્સ ફરજિયાત બનાવવાના ડ્રાફ્ટ નોટિફિકેશનને મંજૂરી આપી દીધી છે.
આ નિર્ણય M1 શ્રેણી એટલે કે 5 થી 8 સીટર કાર માટે લેવામાં આવ્યો છે.
જોકે આ નિર્ણયથી કારની કિંમતમાં પણ હજારો રૂપિયાનો વધારો પણ નોંધાઈ શકે છે.
