ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ,7 જાન્યુઆરી 2022
શુક્રવાર.
કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુપ્રીમ કોર્ટ સુધી કોરોના પહોંચી ગયો છે.
સુપ્રીમ કોર્ટના બે જજ કોરોનાથી સંક્રમિત થયા છે.
સુપ્રીમ કોર્ટના બે જજોનો કોરોના તપાસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ સુપ્રીમ કોર્ટ વર્ક ફ્રોમ હોમ મોડમાં આવી ગઈ છે.
એટલે કે સુપ્રીમ કોર્ટમાં હવે ફક્ત વર્ચ્યુઅલ સુનાવણી થશે. જજ કોર્ટ કક્ષની જગ્યાએ પોતાના ઘરેથી વીડિયો કોન્ફ્રેન્સના માધ્યમથી સુનાવણી કરવામાં સામેલ થશે.