Site icon

શું કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો સાથ છોડી રહ્યા છે ઈસ્લામિક દેશો? આ 2 મોટા દેશોએ આપ્યા સંકેત; જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનમાં હાલ ઈસ્લામિક સહયોગ સંગઠનનું ૪૮મું સત્ર ચાલુ છે. આ સંમેલનમાં આમ તો વાતચીતનો મુખ્ય એજન્ડા અફઘાનિસ્તાન છે, પરંતુ પાકિસ્તાનની ભલામણ પર તેમા જમ્મુ અને કાશ્મીર ઉપર પણ સ્પેશિયલ સેશન કરવામાં આવ્યું. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પોતાની ખીજ કાઢતા સંમેલનમાં કહ્યું કે ભારતે જમ્મુ અને કાશ્મીરના વિશેષ રાજ્યના દરજ્જાને ગેરકાયદેસર રીતે ખતમ કરી દીધું. હવે ત્યાં બહારના લોકોને કાશ્મીરમાં વસાવીને ડેમોગ્રાફી બદલી રહ્યું છે. આ એક યુદ્ધ અપરાધ છે પરંતુ તેને લઈને ભારત પર કોઈ પ્રતિબંધ લગાવતું નથી. ઈમરાન ખાને મુસ્લિમ દેશોને કહ્યું કે તેઓ બધા એક જૂથ નથી. આથી તેમની વાતોને કોઈ ગંભીરતાથી લેતુ નથી.

Join Our WhatsApp Community

ઈમરાન ખાન સંમેલનમાં જ્યારે કાશ્મીર રાગ આલાપી રહ્યા હતા ત્યારે સાઉદી અરબ અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) સહિત અનેક દેશોના વિદેશ મંત્રી ખામોશીથી તેમની વાત સાંભળી રહ્યા હતા. સાઉદી અરબના વિદેશમંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાને પોતાનો વારો આવતા ખુબ જ તોલી તોલીને સ્ટેટમેન્ટ આપતા કહ્યું કે અમે જમ્મુ અને કાશ્મીરના લોકો પ્રત્યે તમારું સમર્થન વ્યક્ત કરીએ છીએ. અમે આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી જમ્મુ-કાશ્મીરના મુદ્દાના ન્યાયપૂર્ણ સમાધાન માટે થઈ રહેલા પ્રયત્નોને બિરદાવીએ છીએ.  

આ સમાચાર પણ વાંચો : કાશ્મીર પર કડક સંદેશ વચ્ચે ભારત પહોંચ્યા ચીની વિદેશ મંત્રી, આ દિગ્ગજ નેતાઓ સાથે કરશે મુલાકાત… જાણો વિગતે

પાકિસ્તાનમાં જે સમયે જમ્મુ અને કાશ્મીરને લઈને ઓઆઈસીમાં મોટી મોટી વાતો થઈ રહી હતી તે વખતે સાઉદી અરબ અને સંયુક્ત આરબ અમીરાતના મોટા બિઝનેસ ડેલીગેશન શ્રીનગર પહોંચ્યા હતા. આ ડેલીગેશનમાં બંને દેશોની મોટી મોટી કંપનીઓના સીઈઓ અને મોટા અધિકારીઓ સામેલ છે. તેઓ જમ્મુ અને કાશ્મીરમાં રોકાણ પર ચર્ચા કરવા માટે ત્રણ દિવસના પ્રવાસે અહીં પહોંચ્યા છે. આ બંને દેશો ઉપરાંત હોંગકોંગનું ડેલિગેશન પર રોકાણ પર ચર્ચા કરવા માટે શ્રીનગર પહોંચ્યું.  

ઉપરાજ્યપાલ મનોજ સિન્હાના નિર્દેશ પર પ્રશાસને વિદેશી રોકાણ માટે ૨ હજાર એકર જમીન રિઝર્વ  કરી છે. આ જમીન સરકારી જમીન છે. જમ્મુ કાશ્મીર સરકારનું કહેવું છે કે જાે નાગરિકો ઈચ્છે તો તેઓ પણ સ્વતંત્ર રીતે આ માટે જમીન આપવાનો નિર્ણય કરી શકે છે. કહેવાય છે કે સાઉદી અરબ અને યુએઈ જમ્મુ અને કાશ્મીરમાં ફળોના ઉદ્યોગ, ખેલોના ઉપકરણ, સૂકામેવા, આઈટી સહિત અનેક સેક્ટરોમાં રોકાણ કરવા જઈ રહ્યા છે. આવું થશે તો જમ્મુ અને કાશ્મીર પ્રગતિના રસ્તે ઝડપથી દોડશે અને પાકિસ્તાનનો પણ કાશ્મીર રાગ હંમેશા માટે ખતમ થઈ જશે.

Supreme Court Judgment: મિલકતના કાયદામાં મોટો ફેરફાર: સુપ્રીમ કોર્ટનું મહત્ત્વનું નિરીક્ષણ- ‘ભાડૂત ક્યારેય માલિકી હક દાવો કરી શકે નહીં’, જાણો સમગ્ર ચુકાદો.
Vande Mataram: વંદે માતરમના ૧૫૦ વર્ષ: PM મોદીનો મોટો હુમલો – “૧૯૩૭માં વિભાજનના બીજ રોપાયા,” તે વિચારધારા આજે પણ દેશ માટે મોટો પડકાર છે
1993 Mumbai Blast: ટાઇગર મેમણ પર કાયદાનો ડંડો: ૧૯૯૩ બ્લાસ્ટના કાવતરાના ફ્લેટ સહિત ૧૭ સંપત્તિઓ હરાજીમાં મુકાશે
Mahadev betting app: મહાદેવ એપ કેસમાં મોટો વળાંક: સર્વોચ્ચ અદાલતનો ED ને કડક નિર્દેશ, હવે શું કાર્યવાહી થશે?
Exit mobile version