UIDAIનો નવો કોન્સેપ્ટ- આધારકાર્ડ માટે એક માત્ર મોબાઈલ ફોન સાર્વત્રિક પ્રમાણકર્તા; આ કોન્સેપ્ટ કેટલો સુરક્ષિત ?
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
Dr. Mayur Parikh
રાહત, મોદી સરકારે મતદાન કાર્ડ-આધાર લિંક કરવાની સમય મર્યાદા વધારી, જાણો લિંક કરવાની શું છે પ્રોસેસઆધાર કાર્ડ અને મતદાર કાર્ડને લિંક કરવા માટે 1 એપ્રિલ, 2023ની અંતિમ તારીખ આપવામાં આવી હતી. જોકે હવે આ મર્યાદા 31 માર્ચ 2024 સુધી લંબાવવામાં આવી છે. કેન્દ્ર સરકારે મંગળવારે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રાલયે જાહેરાત કરી છે કે આધાર અને ચૂંટણી કાર્ડને લિંક કરવું સ્વૈચ્છિક હશે અને તેના માટે મતદાતાની પરવાનગી જરૂરી છે. ચૂંટણી પંચે આ બંને કાર્ડને લિંક કરવાની ડ્રાઇવ શરૂ કરી છે અને મતદાર યાદીમાં નામો સાચા છે કે નહીં તે જાણવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડિસેમ્બર 2021માં લોકસભામાં ચૂંટણી અધિનિયમમાં સુધારો કરવા માટેનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલની મંજૂરીએ આધાર અને વોટિંગ કાર્ડને લિંક કરવાની મંજૂરી આપી છે. આધાર અને મતદાર કાર્ડ લિંકિંગ (વેબસાઇટ દ્વારા) નેશનલ વોટર સર્વિસ પોર્ટલ (NVSP) ની સત્તાવાર વેબસાઇટ nvsp.in છે આ વેબસાઈટ પર જઈને લોગ ઇન કર્યા પછી, હોમપેજ પર “સર્ચ ઇન ઈલેક્ટોરલ રોલ” પર ક્લિક કરો. આધાર નંબર, રાજ્ય, જિલ્લો સહિતની વિનંતી કરેલ માહિતીની વિગતો દાખલ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો આધારની વિગતો આપ્યા બાદ OTP મોબાઈલ અથવા ઈમેલ આઈડી પર મોકલવામાં આવશે OTP નાખ્યા પછી તમારું આધાર અને મતદાર કાર્ડ લિંક થઈ જશે. આધાર અને મતદાર કાર્ડ લિંકિંગ (એસએમએસ અને ફોન દ્વારા) 166 અથવા 51969 પર મેસેજ કરો આ પછી, આધાર અને મતદાર કાર્ડને લિંક કરવાની પ્રક્રિયા શરૂ થશે આ પછી, જે વિકલ્પો આપવામાં આવશે તેની માહિતી આપવી જોઈએ આ રીતે તમે SMS દ્વારા પણ લીંક કરી શકો છો. આ સિવાય તમે હેલ્પલાઈન નંબર 1950 પર કોલ કરીને પણ લીંક કરી શકો છો
આધાર રેગ્યુલેટર યુનિક આઈડેન્ટિટી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) હાલમાં એક મોટા કોન્સેપ્ટ પર કામ કરી રહી છે. જો આ કલ્પના સાકાર થાય છે, તો વપરાશકર્તાના સ્માર્ટફોનનો ઉપયોગ સાર્વત્રિક પ્રમાણકર્તા તરીકે થઈ શકે છે. હાલમાં, ફિંગરપ્રિન્ટ્સનો ઉપયોગ આઇરિશ સ્કેન અને વન ટાઇમ પાસવર્ડ (OTP) આધાર પ્રમાણીકરણ માટે થાય છે, પરંતુ ટૂંક સમયમાં જ સ્માર્ટફોનથી આધાર ઓથેન્ટિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
UIDAI આ સંકલ્પનાને સાકાર કરવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, આશા છે કે ટૂંક સમયમાં આ સ્માર્ટફોનને સાર્વત્રિક પ્રમાણીકરણ તરીકે વિકસાવવામાં આવશે. આ પછી લોકોને સરકારી સુવિધાઓ મેળવવા માટે ઓફિસ કે અન્ય કોઈ સરકારી સંસ્થામાં જવું પડશે નહીં. આધાર કાર્ડ ધારકો ઘરે બેઠા તેમના સ્માર્ટફોનથી આધાર કાર્ડની ચકાસણી કરી શકે છે.
હાલમાં કુલ 120 કરોડ મોબાઈલ કનેક્શન છે. તેમાંથી 800 મિલિયન સ્માર્ટફોન આધાર ઓથેન્ટિકેશન માટે વાપરી શકાય છે. ઉપરાંત, આ કિસ્સામાં પ્રમાણીકરણ માટે સ્માર્ટફોનનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેની કોઈ વધારાની માહિતી શેર કરવામાં આવી નથી.