Site icon

યુદ્ધના ભણકારા વચ્ચે આ દેશમાં વૃદ્ધો અને બાળકો યુદ્ધ કરવા તાલીમ લઈ રહ્યા છે..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

બુધવાર 

રશિયા અને  યુક્રેનની વચ્ચે વધતા જતા જોતા યુદ્ધની શક્યતાઓ ઊભી થઈ રહી છે. રશિયાએ યુક્રેનની સરહદ પર એક લાખ 30 હજાર સૈનિકો તૈનાત કર્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં આધુનિક હથિયારો પણ તૈનાત કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે રશિયા યુક્રેન પર હુમલો કરી શકે છે. જોકે રશિયાએ આ હુમલાનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે તે આવું કરવાનો ઇરાદો નથી. 

આ દરમિયાન હવે વૃદ્ધો અને બાળકોએ પણ હથિયાર ઉઠાવવાનું શરૂ કર્યું છે. યુક્રેનની ૭૯ વર્ષની વેલેન્ટિના કોન્સ્ટેન્ટિનોવસ્કાની તસવીરો આ દિવસોમાં ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તે એકે-૪૭ સાથે જાેઈ શકાય છે. કોન્સ્ટેન્ટિનોવસ્કાએ કહ્યું છે કે, જાે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન પર હુમલો કરવાનો આદેશ આપશે તો તે તેના શહેરનો બચાવ કરશે. ૨૦૧૪માં સંઘર્ષ શરૂ થયો ત્યારથી જ વૃદ્ધોએ સેના બનાવી છે. મારીયુપોલની રહેવાસી કોન્સ્ટેન્ટિનોવસ્કાએ કહ્યું, ‘મને મારું શહેર ગમે છે. હું તેને છોડવાનો નથી. પુતિન અમને ડરાવી શકે નહીં. હા આ થોડી પરેશાન કરનારી સ્થિતિ છે. પરંતુ અમે છેલ્લા શ્વાસ સુધી યુક્રેન માટે ઊભા રહીશું.  શહેરમાં લોકોને હથિયારનો ઉપયોગ કરવા અને પોતાનો બચાવ કરવાની તાલીમ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત બંદૂકનો ઉપયોગ કરવાની તાલીમ પણ આપવામાં આવી રહી છે. 

આનંદો, મુંબઈમાં આવતીકાલથી શરુ થવા જઈ રહી છે ‘વોટર ટેક્સી’ -કલાકોની સફર ગણતરીની મીનીટોમાં થશે પૂરી… જાણો કેટલું હશે ભાડું

રાજધાની કિવમાં ચાર વર્ષ સુધીના બાળકો લાકડાની બંદૂકો સાથે તાલીમ લેતા જોવા મળ્યા હતા. આ દરમિયાન સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓ પણ હથિયારો સાથે જોવા મળ્યા હતા. યુએસ પ્રમુખ જો બાઈડનના વહીવટીતંત્રે રશિયાને ચેતવણી આપી છે કે જાે તે યુક્રેન પર આક્રમણ કરશે અને આ મુદ્દાના રાજદ્વારી ઉકેલ માટે આગ્રહ કરશે તો તેના ગંભીર પરિણામો આવશે. અમેરિકા પણ યુક્રેનને સતત સૈન્ય મદદ મોકલી રહ્યું છે, જેથી તે પોતાની સેનાને મજબૂત કરી શકે.

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version