ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ,9 એપ્રિલ 2021.
શુક્રવાર.
દેશમાં ચારેબાજુ થી ચાલી રહેલા કોરોના વેક્સિનની અછતના મુદ્દે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારીખ 11 એપ્રિલ થી 14 એપ્રિલ સુધી ટીકા ઉત્સવ મનાવવાની વાત કરી હતી. જેથી વધારેમાં વધારે લોકો વેક્સિનનો લાભ લઇ શકે.
કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીની આ વાતને વેક્સિન ની અછત સાથે જોડીને તેમની ભરપૂર ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, અત્યારે દેશનાં ઘણાંખરાં રાજયોમાં વેક્સિનની અછત સર્જાઈ છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટીકા ઉત્સવ મનાવવાની વાત જ કેવી રીતે કરી શકે.
વધુમાં તેઓ જણાવે છે કે, કોરોનાના વધતા સંક્રમણની વચ્ચે વેક્સિન ની અછત સર્જાવી એ બહુ નાજુક મુદ્દો છે. એ કોઈ ઉત્સવ નથી અને કેન્દ્ર સરકારે કોઇપણ પ્રકારના ભેદભાવ વગર દરેક રાજ્યને વેક્સિન પહોંચાડવાનું કાર્ય ગંભીરતાપૂર્વક કરવું જોઈએ.
શું ખરેખર રેમડેસીવીર ના 2 લાખ રુપીયા માં કાળાબજાર થઈ રહ્યાં છે. જાણો શું કહે છે મિડીયા રિપોર્ટ્સ….
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ વેક્સિન થકી નિકાસ ના મુદ્દે પણ કેન્દ્ર સરકારની ટીકા કરતા પ્રશ્ન પૂછ્યો કે, પોતાના દેશવાસીઓના જીવ જોખમમાં મૂકીને વેક્સિન નિકાસ એ કેટલું અર્થસભર ગણાય? તેમણે કહ્યું કે, 'આપણે આ મહામારીનો સામનોઙ મળીને કરવાનો છે.'