દિલ્હી હાઈકોર્ટે વોટ્સઅપની નવી પ્રાઇવસી પોલીસી અંગે દાખલ કરેલી અરજીની સુનાવણી કરી હતી.
સુનાવણી દરમિયાન, વોટ્સએપે હાઈકોર્ટને કહ્યું છે કે, કંપનીએ પોતાની ઈચ્છાથી નવી પ્રાઈવસી પોલિસી પર રોક લગાવી છે.
તેમજ કંપની જયાં સુધી ડેટા પ્રોટેક્શન બિલ લાગુ નહીં થાય ત્યાં સુધી યુઝર્સને પ્રાઈવસી પોલિસી સ્વીકારવાની ફરજ નહીં પાડે.
આ ઉપરાંત આ પોલિસી નહીં માનનારા ગ્રાહકો પર કોઈ જાતનો પ્રતિબંધ પણ મુકવામાં નહીં આવે.
જો સંસદ મને ભારત માટે એક અલગ નીતિ બનાવવાની પરવાનગી આપે છે તો અમે તેને પણ બનાવી દઇશું. જો આવુ નથી થતુ તો અમે તેની પર વિચાર કરીશું.
હવે આગળની સુનાવણી આગામી 30 જુલાઇએ હાથ ધરાશે.