News Continuous Bureau | Mumbai
છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ( local Swaraj elections ) બક્ષીપંચ અનામતને ( Bakshi Panch reserve ) લઈને માંગ ઉઠી હતી ત્યારે હવે તેમાં સુધારો કરવામાં આવ્યો છે. જે અંગેનું વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવશે.
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ( institutions of local swaraj ) 27 ટકા ઓબીસી અનામત અંગે વિધેયક તૈયાર કરાયું છે. વિધાનસભા સત્ર પહેલા આ વિધેયક તૈયાર કરી દેવામાં આવ્યું છે. જે ગૃહમાં અંતિમ દિવસે રજૂ કરવામાં આવશે. ઓબીસી અનામત અંગે જે સુધારા કરાયા છે તેનો ઉલ્લેખ વિધેયકમાં કરાયો છે.
મહાનગરપાલિકા ( Municipality ) , પાલિકા અધિનિયમ, ગુજરાત પંચાયત અધિનિયમના ( Gujarat Panchayat Act ) સુધારા કરતું વિધેયક પસાર કરાશે. જેમાં અગાઉની કલમમાં સુધાર કરાયો છે. તમામ અનામત 50થી વધુ ન હોય તે અંગેની જોગવાઇ સુધારા વિધેયકમાં રખાઈ છે. કોર્પોરેશનમાં 10 ટકાના બદલે 27 ટકા ઓબીસી અનામત ( OBC reservation ) રાખવાનો સુધારો કરતી કલમ ઉમેરાઈ છે.
આ સમાચાર પણ વાંચો : Gautam Adani: ફરી ચમક્યા ગૌતમ અદાણી, ગ્રુપના તમામ શેર થયા રોકેટ, લીધો આ સ્ફોટક નિર્ણય
સત્રના અંતિમ દિવસે આ સુધારા સાથેનું વિધેયક રજૂ કરવામાં આવશે. જે જોગવાઈ કરાઈ હતી તેનો ઉલ્લેખ કરાયો હતો. જે કલમ હતી તેમાં આ સુધારા કરાયા છે. 4 જેટલા બિલો અંતિમ દિવસે આવશે જેમાં વિધાનસભા ગૃહમાં આ બિલ પણ રજૂ કરવામાં આવશે.