Site icon

OBC Reservation: સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામત અંગે વિધેયક તૈયાર કરાયું, ગૃહમાં થશે રજૂ

છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં બક્ષીપંચ અનામતને લઈને માંગ ઉઠી હતી ત્યારે હવે તેમાં સુધારો કરવામાં આવ્યો છે. જે અંગેનું વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવશે.

A bill has been prepared regarding 27 percent OBC reservation in local self-government institutions

A bill has been prepared regarding 27 percent OBC reservation in local self-government institutions

News Continuous Bureau | Mumbai 

છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ( local Swaraj elections ) બક્ષીપંચ અનામતને ( Bakshi Panch reserve ) લઈને માંગ ઉઠી હતી ત્યારે હવે તેમાં સુધારો કરવામાં આવ્યો છે. જે અંગેનું વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવશે.

Join Our WhatsApp Community

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ( institutions of local swaraj )  27 ટકા ઓબીસી અનામત અંગે વિધેયક તૈયાર કરાયું છે. વિધાનસભા સત્ર પહેલા આ વિધેયક તૈયાર કરી દેવામાં આવ્યું છે. જે ગૃહમાં અંતિમ દિવસે રજૂ કરવામાં આવશે. ઓબીસી અનામત અંગે જે સુધારા કરાયા છે તેનો ઉલ્લેખ વિધેયકમાં કરાયો છે.

મહાનગરપાલિકા ( Municipality ) , પાલિકા અધિનિયમ, ગુજરાત પંચાયત અધિનિયમના ( Gujarat Panchayat Act ) સુધારા કરતું વિધેયક પસાર કરાશે. જેમાં અગાઉની કલમમાં સુધાર કરાયો છે. તમામ અનામત 50થી વધુ ન હોય તે અંગેની જોગવાઇ સુધારા વિધેયકમાં રખાઈ છે. કોર્પોરેશનમાં 10 ટકાના બદલે 27 ટકા ઓબીસી અનામત ( OBC reservation ) રાખવાનો સુધારો કરતી કલમ ઉમેરાઈ છે.

આ સમાચાર પણ વાંચો :  Gautam Adani: ફરી ચમક્યા ગૌતમ અદાણી, ગ્રુપના તમામ શેર થયા રોકેટ, લીધો આ સ્ફોટક નિર્ણય

સત્રના અંતિમ દિવસે આ સુધારા સાથેનું વિધેયક રજૂ કરવામાં આવશે. જે જોગવાઈ કરાઈ હતી તેનો ઉલ્લેખ કરાયો હતો. જે કલમ હતી તેમાં આ સુધારા કરાયા છે. 4 જેટલા બિલો અંતિમ દિવસે આવશે જેમાં વિધાનસભા ગૃહમાં આ બિલ પણ રજૂ કરવામાં આવશે. 

 

MILAN 2026 Concludes: ‘મિલાન ૨૦૨૬’નું સફળ સમાપન: ભારતીય સમુદ્રમાં ૪૨ યુદ્ધ જહાજો અને સબમરીનનો શક્તિ પ્રદર્શન; INS વિક્રાંત પર યોજાયો ભવ્ય સમારોહ.
Supreme Court Slam NCERT Corruption Chapter: ‘શું ન્યાયતંત્ર ભ્રષ્ટ છે?’, NCERT પર સુપ્રીમ કોર્ટની ફટકાર; ચીફ જસ્ટિસ સૂર્યકાંતે પુસ્તકના લખાણ સામે ઉઠાવ્યા ગંભીર સવાલો..
Rajmarg Pravesh Portal: હાઈવે પ્રોજેક્ટ્સ માટે ‘સિંગલ વિન્ડો’ સિસ્ટમ શરૂ; હવે સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મળશે મુક્તિ..
IDFC બેંક ફ્રોડ: હરિયાણા સરકારના કરોડો રૂપિયા ચાઉં કરી જવાનું મસમોટું કૌભાંડ; માસ્ટરમાઈન્ડ પૂર્વ મેનેજર સહિત ૪ જેલભેગા, જાણો કેવી રીતે ખેલાયો ખેલ
Exit mobile version