Site icon News Continuous Bureau | Mumbai

લો બોલો, આ શખ્સ 7 વર્ષથી ટ્રાફિક પોલીસના હાથમાંથી છટકતો રહ્યો, આટલી વાર ચાલાન કપાયું છતાં એકેય વાર દંડ ન ભર્યો; હવે પોલીસે કરી આ કાર્યવાહી 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 18 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

દેશમાં ચાલાન ભરવાની આ પ્રક્રિયા ઘણી જૂની થઈ ગઈ છે. તાજેતરમાં ઘણા ટ્રાફિક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. જેના કારણે લાખો લોકોને તેની કિંમત ચૂકવવી પડી હતી. આવો એક ચાલાન સાથે જોડાયેલો મામલો સામે આવ્યો છે. જ્યાં હૈદરાબાદની ટ્રાફિક પોલીસના હાથે એક વ્યક્તિ ઝડપાઈ છે. જેની અત્યાર સુધીમાં 117 વખત ચાલાન કાપવામાં આવી છે, પરંતુ તે વ્યક્તિએ એકવાર પણ દંડ ભર્યો નથી. તે હંમેશા પોલીસની નજરમાંથી છટકી જવામાં સફળ રહ્યો છે. આવો જાણીએ સમગ્ર મામલો.

હૈદરાબાદની આ વ્યક્તિની ઓળખ ફરીદ ખાન તરીકે કરવામાં આવી છે. જે હંમેશા પોલીસને ચકમો આપતો હતો. ફરીદ ખાને સાત વર્ષ સુધી એક પણ ચાલાનનો દંડ ભર્યો ન હતો. ટ્રાફિક પોલીસે મીડિયાને જણાવ્યું કે ફરીદના રજીસ્ટ્રેશનની તપાસ કરતાં જાણવા મળ્યું કે તેના વાહન પર 29,720 રૂપિયાના 117 ચાલાન કાપવામાં આવ્યા છે. પોલીસે તેનું ટુ-વ્હીલર કબજે કર્યું અને પેન્ડીંગ દંડ ભર્યા બાદ ફરીદ ખાનને બાઇક લેવા કહ્યું હતું.

એક જ માણસના બે-બે ધર્મ? : સમીર વાનખેડેના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને બર્થ સર્ટિફિકેટ પર અલગ અલગ ધર્મ, નવાબ મલિક નો નવો ધડાકો.

પોલીસના મીડિયાને જણાવ્યા અનુસાર ફરીદ પાસે લગભગ 30 હજાર રૂપિયાનું ચાલાન બાકી છે. તેનું વાહન (સ્કૂટી) જપ્ત કરી લીધું અને તેને નોટિસ જારી કરી કે જો તે તેનું વાહન પાછું ઈચ્છે તો તેણે વ્યાજ સહિત દંડ ભરવો પડશે. ફરીદ ખાનને કાનૂની નોટિસ પણ મોકલવામાં આવી હતી. જેમાં તેને ચાલાન ફાઈલ કરવા કહ્યું હતું. નહીં તો તેનું વાહન જપ્ત કરવા માટે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.

ઈ-ચલાન વેબસાઈટ અનુસાર વર્ષ 2014થી જારી કરવામાં આવેલા મોટાભાગના ચાલાન હેલ્મેટ વિના અથવા ખોટી પાર્કિંગને કારણે ઈશ્યુ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કેટલાક ચાલાન વાહન ચલાવતી વખતે જાહેર સ્થળોએ ચહેરા પર માસ્ક ન પહેરવા સંબંધિત પણ હતા. કેટલાક દંડ ખોટી બાજુ પર ડ્રાઇવિંગ સાથે સંબંધિત હતા.

કુલભૂષણ જાધવને મળી મોટી રાહત: આંતરરાષ્ટ્રીય કોર્ટના દબાણ સામે ઝુક્યુ પાકિસ્તાન, સંયુક્ત સત્રમાં પસાર કર્યું આ બિલ

Sanjay Raut Supreme Court Contempt Case સંજય રાઉતની મુશ્કેલીઓ વધશે! CJI અને ન્યાયતંત્ર પર ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટમાં વ્યક્તિગત રીતે હાજર રહેવા આદેશ
IAF Sports Complex Near PM Residence Shut Down પીએમ આવાસ નજીક આવેલું IAF સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આગામી આદેશ સુધી બંધ શું સરકાર પાછી લેશે કરોડોની જમીન?
PM Modi Mocks Congress MLC Results ઈવીએમ વિવાદ પર વડાપ્રધાનનો વળતો પ્રહાર એમએલસી ચૂંટણીના પરિણામો ટાંકીને કોંગ્રેસના સુપડા સાફ થવા પર સાધ્યું નિશાન
India Anti Submarine Warfare Plan ૨૫૦ કિમી દૂરથી સબમરીન પર સચોટ પ્રહાર! ભારતીય નૌસેના બનાવી રહી છે દુશ્મનોને નેસ્તનાબૂદ કરવાનો નવો પ્લાન
Exit mobile version