ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ મે ૨૦૨૧
બુધવાર
યોગ ગુરુ બાબા રામદેવને લઈ હવે હજી એક નવો વિવાદ શરૂ થઈ ગયો છે. એક વાયરલ વીડિયોમાં બાબા રામદેવ એવું કહેતાં સંભળાયા છે કે કોઈના બાપમાં મારી ધરપકડ કરવાની તાકાત નથી. આ પૂર્વે તેમણે ઍલૉપથીને લઈ કરેલી ટિપ્પણીને કારણે તે વિવાદમાં ઘેરાયા હતા. ડૉક્ટરોએ આ ટિપ્પણીની ઘોર ટીકા કરી હતી. આખરે તેમણે દુ:ખ વ્યક્ત કરતાં પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું હતું.
હવે ભારતીય મેડિકલ ઍસોસિયેશને બાબા રામદેવ પર એક હજાર કરોડ રૂપિયાના માનહાનિના દાવાની નોટિસ ફટકારી માફી માગવા જણાવ્યું છે. આ દરમિયાન બાબા રામદેવનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બાબા રામદેવ કહી રહ્યા છે કે કોઈના પિતામાં હિંમત નથી કે મારી ધરપકડ કરે. અગાઉ ટ્વિટર પર બાબા રામદેવની ધરપકડ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો હતો, જેના પર બાબા રામદેવે આ નિવેદન આપ્યું હતું.
આ સંસ્થાએ બાબા રામદેવ પર ૧૦૦૦ કરોડનો માનહાનિનો દાવો કર્યો; જાણો વિગત
ઍલૉપથી પર ટિપ્પણી બાદ ઘણા લોકોએ રામદેવ ઠગ જેવા હૅશ ટૅગ ચલાવ્યા હતા, પરંતુ બાબા રામદેવે એમ કહીને આ વસ્તુને બિરદાવી હતી કે આપણે દરેક જગ્યાએ ટોચ પર છીએ. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.