ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
2 જુન 2020
મોબાઈલ માંથી ચાઈનીઝ એપ શોધી આપતી સ્વદેશી એપ્લિકેશનને અત્યાર સુધી 10 લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી ચુકી છે. આમ પણ ચાઈનીઝ એપ જાસૂસી માટે ખૂબ બદનામ છે. મોદીના મંત્ર મુજબ આત્મનિર્ભર બનવું હશે તો ચાઇનીઝ માલની જેમ મોબાઈલમાંથી ચીની એપ અને ખાસ તો મોબાઈલ માં ડાઉનલોડ થયેલી ચીની એપ્લિકેશન ને તમારે વહેલી તકે હટાવી દેવી પડશે. મોટાભાગના લોકો જ્યારે એપ ડાઉનલોડ કરતા હોય છે ત્યારે એનું મૂલ્ય જાણતા હોતા નથી. પરંતુ આનો ઉકેલ ટેકનોલોજીમાં માહિર જયપુરના યુવાનોએ શોધી કાઢ્યો છે. આમ હવે ચાઈનીઝ એપનું મૂળ શોધવા માટે ભારતીય એપનો ઉપયોગ કરાશે. આ એપને મોબાઈલ માં ડાઉનલોડ કરી સ્કેન કરવાથી મોબાઈલ માં રહેલી તમામ ચાઈનીઝ એપનું લિસ્ટ સામે આવી જાય છે. આ સ્વદેશી એપ ગુગલ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ છે અને આ એપને અત્યાર સુધીમાં 5 માંથી 4.8 રેટિંગ મળી ચૂક્યા છે..