ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 9 એપ્રિલ 2021
શુક્રવાર
ભારતમાં હાથી અને માણસો વચ્ચે વર્ષોથી સંધર્ષ થતો આવ્યો છે. દેશમાં વર્ષે સરેરાશ ૨૦૦ લોકોનું મોત હાથીના કચડી નાખવાથી થાય છે. હવે આ સંઘર્ષને અટકાવવા ખાદી અને ગ્રામઉદ્યોગ કમિશને એક અનોખી નવી પહેલ કરી છે. કમિશને અવાર-નવાર સંઘર્ષ થતા વિસ્તારમાં મધપેટી મૂકી છે.
આ નવતર પ્રયોગ હાલમાં કર્ણાટકના કોડગુ જિલ્લાના ચાર વિસ્તારમાં કર્યો છે. આ પહેલને હવે પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડીસા, છતીસગઢ, આસામ, તમિલનાડુ અને કેરલા જેવા રાજ્યોમાં પણ અમલમાં મૂકવામાં આવશે.
આ પેટીઓ માનવ વસ્તી હોય તેવી જગ્યાએ મુકવામાં આવશે. મધમાખી હાથીની આંખમાં કે સૂંઢમાં ન ઘુસી જાય તે ડરથી ત્યાં આવશે નહિ, વળી મધમાખીના અવાજથી પણ હાથી ચીડાય છે. આ પ્રયોગથી સંઘર્ષ ઘટશે જેથી, પ્રાણી અને માનવી બંનેને નુકસાન થશે નહિ. ઉપરાંત ખેડૂતોને મધપેટીના જતનથી વધારાની આવક થશે.
ઉલ્લેખનીય છે કે MSMEના મંત્રી નીતિન ગડકરીએ પણ ટ્વીટ કરી આ ખાદી ગ્રામઉદ્યોગ કમીશનની આ પહેલને બિરદાવી હતી.
