Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ! ખાદી ભંડારનો અનોખો ઉપક્રમ, જ્યાં મનુષ્ય અને હાથી વચ્ચે ઘર્ષણ થાય છે ત્યાં મધપૂડા મૂકવામાં આવશે… પણ તેનાથી શું થશે? જાણો અહીં…

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 9 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

ભારતમાં હાથી અને માણસો વચ્ચે વર્ષોથી સંધર્ષ થતો આવ્યો છે. દેશમાં વર્ષે સરેરાશ ૨૦૦ લોકોનું મોત હાથીના કચડી નાખવાથી થાય છે. હવે આ સંઘર્ષને અટકાવવા ખાદી અને ગ્રામઉદ્યોગ કમિશને એક અનોખી નવી પહેલ કરી છે. કમિશને અવાર-નવાર સંઘર્ષ થતા વિસ્તારમાં મધપેટી મૂકી છે.

આ નવતર પ્રયોગ હાલમાં કર્ણાટકના કોડગુ જિલ્લાના ચાર વિસ્તારમાં કર્યો છે. આ પહેલને હવે પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડીસા, છતીસગઢ, આસામ, તમિલનાડુ અને કેરલા જેવા રાજ્યોમાં પણ અમલમાં મૂકવામાં આવશે.

આ પેટીઓ માનવ વસ્તી હોય તેવી જગ્યાએ મુકવામાં આવશે. મધમાખી હાથીની આંખમાં કે સૂંઢમાં ન ઘુસી જાય તે ડરથી ત્યાં આવશે નહિ, વળી મધમાખીના અવાજથી પણ હાથી ચીડાય છે. આ પ્રયોગથી સંઘર્ષ ઘટશે જેથી, પ્રાણી અને માનવી બંનેને નુકસાન થશે નહિ. ઉપરાંત ખેડૂતોને મધપેટીના જતનથી વધારાની આવક થશે.

ચારકોપમાં થયું મોટો ડીમોલેશન. મેનગ્રોવ કાપીને બનાવવામાં આવેલા 100 જેટલાં ઝૂંપડાં તોડી પડાયા. જુઓ ફોટા અને જાણો વિગત.

ઉલ્લેખનીય છે કે MSMEના મંત્રી નીતિન ગડકરીએ પણ ટ્વીટ કરી આ ખાદી ગ્રામઉદ્યોગ કમીશનની આ પહેલને બિરદાવી હતી.

 

Election Commission Bows To Outrage Over SIR સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ઝૂક્યું ચૂંટણી પંચ, ૨૪ કલાકની અંદર બદલી નાખ્યા બે મોટા નિયમો..
Delhi Police Statement After Dipke Detention તિરંગા માર્ચ પર મોટો વિવાદ! અભિજિત દીપકેની અટકાયત બાદ પોલીસની લાલ આંખ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સાવધાન
Abhijit Dipke Detained Outside Residence ઘરેથી નીકળતાં જ અભિજિત દીપકેની અટકાયત કનોટ પ્લેસમાં તિરંગા માર્ચ માટે જઈ રહ્યા હતા ત્યારે પોલીસે લીધા તાબામાં
Dipke Reaction On Delhi Tiranga Rally ‘સરકાર દિલ્હીને વોર ઝોન બનાવે છે, અમે નહીં’ તિરંગા રેલી સામે વેપારીઓના વિરોધ પર અભિજિત દીપકેનો પલટવાર
Exit mobile version